News of Sunday, 1st March 2026
અમદાવાદમાંથી હોળી માટે વતન પ્રયાસઃ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર પેસેન્જરોની ભારે ભીડ
પંચમહાલ અને સૌરાષ્ટ્ર જતી બસોમાં ભારે ઘસારોઃ એસ.ટી. નિગમનું મેગા આયોજનઃ મુસાફરો માટે ૩૦૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડવાઇઃ ૧૦૦૦ થી વધુ ટ્રિપ્સનો વધારોઃ ભીડને પહોંચી વળવા એસટી વિભાગનું વિશેષ સંચાલન

અમદાવાદઃ હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે વસતા શ્રમિકો અને અન્ય લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ (Bus Stand) પર પેસેન્જરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પંચમહાલ, ગોધરા, દાહોદ અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં જવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
તહેવારની ઉજવણી કરવા માટે શ્રમિકો મોટી સંખ્યામાં અમદાવાદથી પોતાના વતન જઈ રહ્યા છે. બસ સ્ટેશન પર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે. મુસાફરોની આ ભારે ભીડને (Crowd) ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ભીડને પહોંચી વળવા માટે એસટી નિગમ (ST Corporation) દ્વારા અમદાવાદથી ૩૦૦થી વધુ એક્સ્ટ્રા બસો (Extra Buses) મૂકવામાં આવી છે. આ ઉપરાંત, મુસાફરોની સુવિધા માટે 1 હજારથી વધુ ટ્રિપ (Trips) વધારવામાં આવી છે. તેમ છતાં, મુસાફરોનો ધસારો એટલો વધારે છે કે બસ સ્ટેશન પર ચારેતરફ ભીડ જોવા મળી રહી છે.
વધુ પડતા ઘસારાના કારણે બસ સ્ટેશન પર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું હોવા છતાં, મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. તંત્ર દ્વારા મુસાફરોને શાંતિ જાળવવા અને વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
મુસાફરોએ તહેવારના સમયે ભીડથી બચવા માટે શક્ય હોય તો એડવાન્સ બુકિંગ) કરાવવું જોઈએ જેથી મુસાફરી સુખદ બની શકે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
