News of Sunday, 1st March 2026
સુરત શહેરમાં યશ્વી ફાઉન્ડેશને હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્ન કરાવવાના નિર્ણયમાં પીછેહઠ કરતા વિવાદ
યશ્વી ફાઉન્ડેશને TRP મેળવવા માટે આ કૃત્ય કર્યું હોવાનો ફરહા નામની યુવતીએ આક્ષેપ કર્યો:જો તેઓ અમારા લગ્ન કરાવી શકતા ન હતા તો અમારા નામની જાહેરાત કેમ કરી ?

સુરત શહેરમાં યશ્વી ફાઉન્ડેશને હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્ન કરાવવાના નિર્ણય બાદ પીછેહઠ કરતા વિવાદ સર્જાયો છે. જે હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્ન કરાવવાનો સંસ્થાએ ઈન્કાર કર્યો છે તે યુવક-યુવતીએ યશ્વી ફાઉન્ડેશન પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે યશ્વી ફાઉન્ડેશને TRP મેળવવા માટે આ કૃત્ય કર્યું હોવાનો ફરહા નામની યુવતીએ આક્ષેપ કર્યો છે. સંસ્થાના કારણે તેઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યાનો દાવો કરાયો છે.
ફરહાએ વીડિયોમાં કહ્યું છે કે, પોતાની જિંદગી બરબાદ કરવા બદલ યશ્વી ફાઉન્ડેશનનો આભાર. .યુવતીએ યશ્વી ફાઉન્ડેશન પર સવાલો ઉઠાવતા કહ્યું કે જો તેઓ અમારા લગ્ન કરાવી શકતા ન હતા તો અમારા નામની જાહેરાત કેમ કરી. પોતાની પ્રસિદ્ધિ માટે યશ્વી ફાઉન્ડેશને અમારો પ્રચાર કર્યો અને પછી વિરોધ થયો તો તેમણે પીછેહઠ કરી હતી .
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
