News of Sunday, 1st March 2026
અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી, જગતપુર અને ઉમિયા હોલ ચાર રસ્તા પાસે ટ્રાફિક સર્વે કરાશે
સર્વે અને ડિઝાઇન પાછળ અંદાજે રૂ.8.50 લાખનો ખર્ચ કરાશે:વાહનોની સંખ્યા, તેમની ગતિ અને જંક્શન પર ઊભા રહેતા સમયની વિગતો એકત્ર કરી ફ્લાયઓવર કે અંડરપાસ બનાવવાની શક્યતા તપાસાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે નવા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જગતપુર બ્રિજ ઉતરતા સર્જાતી મુશ્કેલીઓને ધ્યાને રાખીને ગોદરેજ ગાર્ડન સિટી, જગતપુર અને ઉમિયા હોલ ચાર રસ્તા પાસે ટ્રાફિક સર્વે કરી નવી ડિઝાઇન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.
આ સર્વે અને ડિઝાઇન પાછળ અંદાજે રૂ.8.50 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ કામગીરી હેઠળ વાહનોની સંખ્યા, તેમની ગતિ અને જંક્શન પર ઊભા રહેતા સમયની વિગતો એકત્ર કરી ફ્લાયઓવર કે અંડરપાસ બનાવવાની શક્યતાઓ તપાસાશે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કુલ 100 જંક્શનનો સર્વે કરી નવા સર્કલ વિકસાવવાનું આયોજન છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
