તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st March 2026
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મિડલ ઈસ્ટ જતી-આવતી 20થી વધુ ફ્લાઈટ્સ રદ્દ
એરપોર્ટ સત્તામંડળ દ્વારા મુસાફરોને ફ્લાઈટની સ્થિતિ તપાસ્યા બાદ જ મુસાફરી કરવાની સલાહ

અમદાવાદ : ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે વિમાન સેવાઓ પર મોટી અસર પડી છે, જેના પગલે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મિડલ ઈસ્ટ જતી-આવતી 20થી વધુ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે.
ગઈકાલથી અત્યાર સુધી સતત ફ્લાઈટો કેન્સલ થઈ રહી છે, જેમાં આજે વહેલી સવારે દુબઈ અને શારજાહની બે ફ્લાઈટ્સનો પણ સમાવેશ થાય છે. મુસાફરોની સુવિધા અને સચોટ માહિતી માટે એરપોર્ટ પર ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે અને હેલ્પલાઈન નંબર 1800123901 જાહેર કરવામાં આવ્યો છે. એરપોર્ટ સત્તામંડળ દ્વારા મુસાફરોને ફ્લાઈટની સ્થિતિ તપાસ્યા બાદ જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી કોઈને હાલાકી ન ભોગવવી પડે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
