<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ઇઝરાયેલ-ઇરાન યુદ્ધની સ્થિતિમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ તાકીદની હેલ્પલાઇન શરૂ કરી

ડો. હેમાંગ જોશીએ વિશ્વાસ અપાવ્યો હતો કે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત ત્યાંના વહીવટી તંત્રના સંપર્કમાં છે.

ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વણસેલી સ્થિતિને પગલે વિદેશમાં ફસાયેલા વડોદરાના રહીશોની સુરક્ષા માટે સાંસદ ડો. હેમાંગ જોશીએ તાકીદની હેલ્પલાઇન શરૂ કરી છે. સાંસદે જણાવ્યું કે અત્યાર સુધીમાં આ હેલ્પલાઇન પર 32 જેટલા ફોન આવ્યા છે અને આ તમામ મુસાફરો વડોદરા શહેર તથા જિલ્લાના છે. હાલ આ મુસાફરો એર સ્પેસ ખુલવાની રાહ જોઈ રહ્યા છે. ડો. હેમાંગ જોશીએ વિશ્વાસ અપાવ્યો હતો કે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત ત્યાંના વહીવટી તંત્રના સંપર્કમાં છે. તેમણે વડાપ્રધાન મોદીના રશિયા-યુક્રેન યુદ્ધ વખતના રેસ્ક્યુ ઓપરેશનનો હવાલો આપી નાગરિકોને ધિરજ રાખવા અપીલ કરી છે. ફસાયેલા લોકોની મદદ માટે ટોલ ફ્રી નંબર 7778823084 જાહેર કરવામાં આવ્યો છે.

(8:00 PM IST)