<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

અમદાવાદ સિવિલમાં તબીબી ક્ષેત્રે નવો ઈતિહાસ રચાયો : બાળકના મોટા આંતરડામાં રહેલી જોખમી ગાંઠને દૂર કરી

કોઈપણ પ્રકારની ઓપન સર્જરી વગર અત્યાધુનિક એન્ડોસ્કોપી ટેકનિક દ્વારા સફળતાપૂર્વક દૂર કરાઈ :સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત કોલોનોસ્કોપી દ્વારા આટલી વિશાળ ગાંઠ કાઢવામાં સફળતા મળી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે તબીબી ક્ષેત્રે નવો ઈતિહાસ રચ્યો છે. 8 વર્ષના એક બાળકના મોટા આંતરડામાં રહેલી જોખમી ગાંઠ (પોલીપ) ને કોઈપણ પ્રકારની ઓપન સર્જરી વગર અત્યાધુનિક એન્ડોસ્કોપી ટેકનિક દ્વારા સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત કોલોનોસ્કોપી દ્વારા આટલી વિશાળ ગાંઠ કાઢવામાં સફળતા મળી છે, જે આરોગ્ય સેવાઓમાં એક નવું સોપાન છે. હવેથી દર્દીઓને ચીરા મૂક્યા વગર 'મિનિમલી ઇનવેસિવ ટેક્નિક'થી સારવાર મળશે, જેના કારણે રિકવરી ઝડપી બનશે. આ સફળ ઓપરેશન સાથે સિવિલ હોસ્પિટલમાં અપર અને લોઅર GI સ્કોપીની સુવિધાનો પણ વિધિવત પ્રારંભ થયો છે.

 

(8:47 PM IST)