<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

મિત્રતામાં ઉછીના લીધેલા રૂ.એક લાખ નહીં ચૂકવી વિશ્વાસઘાત કરનાર વ્યક્તિને કોર્ટે એક વર્ષની સજા અને દંડ નો હુકમ કર્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા: પિયુષભાઇ શામળભાઇ પટેલ( રહે. થરી, તા. નાંદોદ. જી.નર્મદા) નાઓ ફુલજીભાઈ દેવશીભાઇ રબારી( રહે. કરાઠા, તા. નાંદોદ. જી.નર્મદા) નાઓ એ પિયુષભાઈ ના ગામમાં અવાર નવાર આવતા જતા મળતા હતા જેથી મિત્રતાના સંબંધો કેળવાયેલા હતા અને આરોપી વેપાર કરતા હોય વેપાર અર્થે રૂ.૧,૦૦,૦૦૦/- ફરીયાદી પાસે હાથ ઉછીના રોકડા ઓગષ્ટ ૨૦રર ના પ્રથમ અઠવાડીયા માં માંગેલા. આ રકમ આરોપી દ્વારાફરીયાદી એક વર્ષમાં પરત કરી દઈશુ તેવુ જણાવેલ જેથી ફરીયાદીએ આરોપીને મદદરૂપ થવાના સારા ઈરાદાથી રૂ.૧,૦૦,૦૦૦/- હાથ ઉછીના રોકડા આપેલા ત્યારબાદ એક વર્ષ થતા ઓગષ્ટ ૨૦૨૩ ના અંતમાં ફરીયાદી આરોપીના વાયદા મુજબ નાણા ની માંગણી કરેલ પરંતુ વધુ ત્રણ મહિના જેવો સમય લાગશે તેમ કહ્યું હતું, ત્યારબાદ આરોપી એ ચેક લખી આપેલ, આરોપીના કહેવા પ્રમાણે ફરીયાદીએ સ્ટેટ બેન્ક ઓફ ઈડીયા રાજપીપળા શાખામાં તા.૧૩/૧૧/૨૦૨૩ ના રોજ વસુલાત માટે જમા કર્તવ્યો પરંતુ આ ચેક તા. ૧૪/૧૧/૨૦૨૩ ના રોજ પરત આવેલ આમ આરોપીએ ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોય

ફરીયાદીએ આરોપીને  tevo na વકીલ Shree pratik A patel મારફતે ૧૨/૧૨/૨૦૨૩ ના રોજ નોટીસ આપી હતી આ કેશ રાજપીપળા કોર્ટ માં ચાલી જતા ફરિયાદી ના વકીલ પ્રતીક એ પટેલ દ્વારા રજુ કરાયેલ પુરાવા ધારદાર દલીલો સાંભળી આરોપી કુલજીભાઈ દેવસિંહભાઈ રબારી (ઉ.વ. ૩૭) ધંધો. વેપાર( રહે.કરાઠા,રબારી ફળીયુ, તા.નાંદોદ, જી.નર્મદા) નાઓને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૨૫૫ (૨) અન્વયે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના ગુનામાં માં કસુરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કર્યો છે. તેમજ રૂા. ૧,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ પુરા/-) વળતર પેટે રકમ ફરીયાદીને ચુકવી આપવાનો હુકમ કર્યો હતો. અને જો તેમ કરવામાં આરોપી ચુક કરે તો આરોપીને વધુ છ માસની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

(10:24 PM IST)