<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

૨૮ કરોડની છેતરપિંડીના વોન્‍ટેડ આરોપી ડો.સંતોષ કુમારને વડોદરા ક્રાઈમ બ્રાન્‍ચે અમદાવાદથી ઝડપી લીધો

સમગ્ર ગુજરાતમાં વાયરા ઘટનાઃ સીપી નરસિંહમાં કોમારના નો વોન્‍ટેડ ઇન વડોદરા અભિયાન અંતર્ગત વધુ એક મોટી સફળતા : એડી સીપી ડો.લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા, ઇન્‍ચાર્જ એસીપી ડી જે ચાવડાના માર્ગદર્શનમાં pi આર જી.જાડેજા, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એચ ડી.તુવેરના નેતળત્‍વમાં પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર એસ ટી.સાન્‍નડસુર સ્‍ટાફની કાબિલે દાદ કામગીરી

રાજકોટ, તા.૨: બનાવટી દસ્‍તાવેજો આધારે ૨૮ંકરીડથી વધુ રકમની ઉચાપત કરવાના આરોપી રહે.આણંદ જિલ્લાની નવજીવન હોસ્‍પિટલ અને મૂળ પૂના પંથકના  વતની વોન્‍ટેડ ડો.સંતોષ કુમાર હરિભાઈ ગઢવીની વડોદરા ક્રાઈમ બ્રાંચ દ્વારાનો વોન્‍ટેડ ઇન વડોદરા એવા પોલીસ કમિશનર નરસિંહમા કોમારના વિશેષ અભિયાન હેઠળ અમદાવાદથી ઝડપી લેવામાં આવ્‍યા છે. ફરિયાદીની કંપની સાથે વિશ્વાસઘાત અને અન્‍ય તરકીબો અજમાવી ઠગાઈ કર્યાના આરોપની તપાસની ગંભીરતા સમજી પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા આ તપાસ એડી પોલીસ કમિશનર ડૉ.લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા અને ઇન્‍ચાર્જ એસીપી ડી જે ચાવડાના માર્ગદર્શનમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર જી જાડેજા ટીમને આપી હતી.

ક્રાઇમ બ્રાન્‍ચ ખાતે આરોપી સામે ઠગાઇનો ગુનો રજી. થયા બાદ આરોપી આ ગુનામાં ધરપકડ ટાળવા ફરાર થઇ જઇ નાસતો ફરતો રહેલ. આ દરમ્‍યાન આ ગુનામાં સંડોવાયેલ આરોપીએ તેની સામે નોંધાયેલ ગુનાના કામે આગોતરા જામીન મેળવવા નામદાર કોર્ટમાં અરજી કરેલ, પરંતુ આ આરોપીની આગોતરા અરજી નામદાર કોર્ટ દ્વારા નામંજુર કરેલ. ત્‍યારબાદ પણ આ ગુનામાં સંડોવાયેલ આરોપી નાસતો ફરતો રહેલ હોય ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇન્‍સ.આર.જી.જાડેજા અને પો.ઇન્‍સ.એચ.ડી.તુવર નાઓની દોરવણી હેઠળ આ આરોપીની સતત શોધખોળ જારી રાખતા હાલમાં આ આરોપી અમદાવાદ ખાતે એસ.જી.હાઇવે પાસે મકાન ભાડે રાખી આશ્રય લઇ રહેલાની માહીતી મળતાં ક્રાઇમ બ્રાન્‍ચના પો.સબ.ઇન્‍સ. એસ.ટી.સાંડસુર નાઓ ટીમ સાથે અમદાવાદ ખાતે જઇ આ નાસતા ફરતા આરોપી અંગે સતત ખાનગી રાહે વોચ તપાસ કરી આ ગુનાના ફરાર થઇ નાસતા ફરતા આરોપી ડૉ.સંતોષકુમાર હરીભાઇ ગઢવીને મોડી રાત્રે શોધી કાઢતા આ આરોપીની ઉપરોક્‍ત ઠગાઇના ગુનામાં ધરપકડ કરી આરોપીને મુદત અંદર નામદાર કોર્ટમાં રજું કરી આ ગુનાની તપાસના વિવિધ મુદ્દાઓ આધારે પોલીસ કસ્‍ટડીના રીમાન્‍ડ મેળવવાની કાર્યવાહી કરેલ છે

(2:28 PM IST)