<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ગુજરાત રાજય વિકાસ લોનની રકમ વ્‍યાજ સહિત ૩૧ માર્ચ સુધી ચુકવાશે

ધારકોએ ૨૦ દિવસ પહેલા જાહેર દેવા કચેરી ખાતે જામીનગીરીઓ રજુ કે જમા કરવાની રહેશે

અમદાવાદ તા.રઃ ગુજરાત સરકારના નાણાવિભાગના જાહેરનામા ક્રમાંકઃ જીએન-૧૬-ઓએમબી-૧૦-૨૦૨૦-૧૪૨ તારીખઃ માર્ચ ૨૫, ૨૦૨૧ અનુસાર જે ૬.૧૮% ગુજરાત રાજ્‍ય વિકાસ લોન, ૨૦૨૬ તારીખઃ માર્ચ ૩૦,૨૦૨૬ (માર્ચ ૩૧,૨૦૨૬ના રોજ રજા હોવાથી) ના રોજ તેની બાકી રહેતી લોનની રકમ વત્તા તારીખઃ માર્ચ ૩૦, ૨૦૨૬ સહિતના લેણાં વ્‍યાજ સાથે દાર્શનિક કિંમતે ચુકવવામાં આવશે.જો તે દિવસે કોઈપણ રાજય દ્વારા પટાઉખત અધિનિયમ,૧૮૮૧ હેઠળ રજા તરીકે જાહેર કરવામાં આવશે તો તે લોન ચુકવણા અધિકારી મારફતે આગળના ચાલુ દિવસે ચુકવાશે. તા. માર્ચ ૩૧, ૨૦૨૬ અને ત્‍યારબાદ આ લોન ઉપર કોઈપણ વ્‍યાજ મળવાપાત્ર રહેશે નહીં.

સરકારી જામીનગીરી વિનિયમો-૨૦૦૭ના પેટા-વિનિયમ ૨૪(૨) અને ૨૪(૩) મુજબ સહાયકારી સામાન્‍ય ખાતાવહી કે અંગભૂત સહાયકારી હિસાબ કે શેર પ્રમાણપત્રના સ્‍વરૂપમા ધારણ કરેલ સરકારી જામીનગીરીના નોંધાયેલ ધારક ને પાકતી મુદતે ઉપજની ચૂકવણી તેના બેંક ખાતાની સુસંગત વિગતોને સમાવિષ્ટ કરતા ચૂકવણી હુકમથી કે વિજાણું માધ્‍યમો મારફત ભંડોળ મેળવવાની સુવિધાઓ ધરાવતી કોઈપણ બેંકમા ધારક (ખાતેદાર)ના ખાતામાં જમા કરીને કરી શકાશે. જામીનગીરીઓની બાબતમાં ચૂકવણી કરવાના હેતુ માટે, મૂળ બચતદાર કે પછી આવી સરકારી જામીનગીરીઓ ધરાવતા અનુગામી ધારકો, અથવા તો કેસની સ્‍થિતિ મુજબ, બેંક અથવા તિજોરી અને પેટા-તિજોરી કે સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયાની શાખા કે જ્‍યાં તેઓને વ્‍યાજની ચૂકવણી માટે મુખાંકીત કરવામાં આવ્‍યા હોય / નોંધવામાં આવ્‍યા હોય, અથવા તો કેસની સ્‍થિતિ મુજબ તેઓના બેંક ખાતાની સુસંગત વિગતો રજૂ કરશે.

તેમ છતાં, બેંકની સુસંગત વિગતો/વિજાણુ માધ્‍યમો મારફત ભંડોળ મેળવવા માટેના આદેશના અભાવે, અંતિમ તારીખે પુનઃચૂકવણીને સરળ બનાવવા માટે ૬.૧૮% ગુજરાત રાજ્‍ય વિકાસ લોન, ૨૦૨૬ નો હિસ્‍સો ધરાવતા ધારકોએ ૨૦ દિવસ પહેલાં જાહેર દેવા કચેરી ખાતે તેઓની જામીનગીરીઓ રજૂ કરવી/જમા કરવી. પુનઃચૂકવણી માટે રજૂ કરાયેલ/જમા કરાયેલ જામીનગીરીઓ, તેની ઉલટી બાજુ પર નીચે મુજબની યોગ્‍ય ચૂકવણી થયાની નોંધ કરવી. ‘‘પ્રમાણપત્ર અંગેની મુદ્દલ બાકી રકમ/લેણું મળેલ છે.''

સરકારી તિજોરીનું કામ કરતી સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડીયાની શાખાઓએ જામીનગીરીઓ સ્‍ટોક સર્ટીફીકેટના રૂપમાં હોય તો તેવી જામીનગીરીઓ તિજોરી અથવા પેટાતિજોરીઓમાં નહીં પરંતુ સંબંધિત બેન્‍કની શાખામાં રજુ કરવાની રહેશેએ ખાસ ધ્‍યાનમાં રાખવું.

જામીનગીરીઓ ચુકવણી માટે જયાં રજુ કરવામાં આવતી હોય તે સિવાયના અન્‍ય સ્‍થળોએ ચુકવણી મેળવવા ઇચ્‍છતા હોય તેવા જામીનગીરીઓ ધારણ કરનારાઓએ વિધિસર શેરો અને દરખાસ્‍ત કરીને સંબંધિત પબ્‍લિક ડેબ્‍દ ઓફીસનેં રજિસ્‍ટર્ડ અને વીમો ઉતરાવેલ ટપાલ દ્વારા મોકલવી.પબ્‍લીક ડેબ્‍યુ ઓફીસ્‌ કોઈપણ તિંજોરી, પેટ્રાતિજોરી અથવા. ગુજરાત રાજયમાં સરકારી તિજોરીનું કામકાજ કરતી સ્‍ટેટ, બેન્‍ક ઓફ ઇન્‍ડીયાની શાખા ખાતે ચુકવવાપાત્ર ડ્રાફટ કાઢી આપીને ચુકવણી કરશે. તેમ અરવિંદ વી. ગુજરાત સરકારના સંયુકત સચિવ, નાણાવિભાગની યાદીમાં જણાવાયું છે.

(3:33 PM IST)