<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

મંદિરથી માનવ સેવા સુધી : શાહીબાગ કેમ્‍પ

હનુમાન મંદિર દ્વારા શ્રી સત્‍ય સાંઈ હાર્ટ હોસ્‍પિટલને રૂ.૧૦ લાખનું માતબર દાન

અમદાવાદ : ‘મંદિરથી માનવ સેવા સુધી' ના ઉમદા સૂત્રને સાર્થક કરતા એક પ્રેરણાદાયી સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. અમદાવાદના શાહીબાગ વિસ્‍તારમાં આવેલું સુપ્રસિદ્ધ કેમ્‍પ હનુમાન મંદિર તેના સેવાકીય કાર્યો માટે હંમેશા અગ્રેસર રહ્યું છે. તાજેતરમાં આ પવિત્ર ધામ દ્વારા શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, અમદાવાદને રૂ.૧૦,૦૦,૦૦૦ (દસ લાખ રૂપિયા) ના દાનની જાહેરાત કરવામાં આવી છે.

સેવા અને સમર્પણનો સંગમ : શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ (રાજકોટ અને અમદાવાદ) છેલ્‍લા ૨૫ વર્ષોથી હૃદયરોગથી પીડાતા જરૂરિયાતમંદ દર્દીઓની કોઈપણ જાતના શુલ્‍ક વિના (તદ્દન મફત) સારવાર કરીને માનવસેવાનું અદ્વિતીય કાર્ય કરી રહી છે. આ ભગીરથ કાર્યમાં કેમ્‍પ હનુમાન મંદિરનો આ પ્રેરણાદાયક સહયોગ એક નવી ઊર્જા પૂરી પાડશે.

સમાજ માટે નવી આશાનું કિરણ : જ્‍યારે ધાર્મિક સંસ્‍થાઓ આ રીતે સામાજિક જવાબદારી સમજીને આરોગ્‍યના ક્ષેત્રમાં સહકાર આપે છે, ત્‍યારે સમાજમાં એક સકારાત્‍મક સંદેશ વહેતો થાય છે. જો દરેક મંદિરો અને ધાર્મિક સંસ્‍થાઓ આ રીતે જનહિતના કાર્યોને પ્રોત્‍સાહન આપે, તો અનેક ઉત્તમ સેવાકીય પ્રવૃત્તિઓ વધુ મજબૂત બની શકે છે. કેમ્‍પ હનુમાન મંદિર દ્વારા લેવાયેલું આ પગલું ખરેખર અપ્રતિમ પ્રશંસનીય છે, જે સેવા, સહકાર અને સંવેદનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. આ દાનથી અનેક માસૂમ બાળકો અને હૃદયરોગના દર્દીઓને નવજીવન મળવામાં મદદ થશે તેમાં સંસ્‍થા જણાવે છે

 

 

(3:08 PM IST)