તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd March 2026
હોળી ધૂળેટી સ્નેહ અને ભકિતના રંગે રંગાવાનો અવસરઃ નરહરિ અમીન
પ્રજાજનોને ઉમળકાથી શુભેચ્છા પાઠવતા સાંસદ

રાજકોટ, તા. રઃ ભાજપના રાજયસભાના સભ્યશ્રી નરહરિ અમીને પ્રજાજનોને હોળી ધૂળેટીના પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે ઋતુ પરિવર્તન અને ધનધાન્યની કાપણીનો આ રંગોત્સવ છે. ફાગણમાં પાકેલુ નવું અન્ન ખાતા પહેલા ઉત્સવ અને યજ્ઞ રૂપે ‘હોળી' થાય છે. યજ્ઞમાં હોમાતા દ્રવ્યોથી વાતાવરણ શુધ્ધ થાય છે હોળીમાં હોમાતા ધાન્ય, ચણા, ખજૂર, નાળિયેરના ધુમાડાથી વાતાવરણ શુધ્ધ અને પવિત્ર થાય છે. હોળીની અગિ્નમાં હોમાતા સૂકા પદાર્થો, છાણા, લાકડા વગેરેથી સ્વચ્છતાનો આદર્શ જળવાય છે.
શ્રી નરહરિ અમીને કહયુ છે કે ભગવાન વિષ્ણુના સ્મરણ સાથે પ્રહલાદની ભકિતને યાદ કરી હકારાત્મકતા વધારવાનો સંકલ્પ કરીએ અને વિકસિત ગુજરાતથી વિકાસિત ભારતના નિર્માણ માટે વિકાસના રંગે રંગાઇએ એ જ હોળી-ધૂળેટી સાચી ઉજવણી છે.(
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
