<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ન્યુ વિરમગામ હિન્દુ એકતા સમિતિ દ્વારા પંચમુખી વિસ્તારમાં દિવ્ય હિન્દુ સંમેલન યોજાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ન્યુ વિરમગામ હિન્દુ એકતા સમિતિ દ્વારા પંચમુખી વિસ્તારમાં દિવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પંચમુખી વિસ્તારના રહેવાસીઓ જોડાયા હતા.જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે નાના બાળકો દ્વારા વેશભૂષા કરવામાં આવી હતી તેઓને હિન્દુ એકતા સમિતિ દ્વારા પ્રોત્સાહિત ભેટ આપવામાં આવી હતી. 

   આ સંમેલનમાં પ્રખર ગૌભક્ત એવા ચૈતન્ય શંભુ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. ચૈતન્ય શંભુ મહારાજ દ્વારા સામાજિક સમરસતા માટે સમાજને એક થવાનું આહવાન કરવામાં આવ્યું હતું. અન્ય વક્તા ડો. કોમલબેન ચાવડા જે ગર્ભ સંસ્કારના નિષ્ણાંત છે તેમના દ્વારા  કુટુંબપ્રબોધન, ગર્ભધારણ સંસ્કાર અને લવજેહાદ જેવા વિષયો પર વાત કરવામાં આવી હતી. કાર્યક્રમને અંતે વધેલ દાનની રકમને પંચમુખી હનુમાનદાદાના મંદિરમાં અપર્ણ કરવામાં આવી હતી.

(6:18 PM IST)