News of Monday, 2nd March 2026
નવસારી ભાજપ સંગઠનમાં બાળકો :58માંથી 25 હોદ્દેદારોએ રાજીનામા પાછા ખેચ્યાં: 33ના રાજીનામા સ્વીકારી લેવાયા
જલાલપોર તાલુકાના સંગઠનના હોદ્દેદારોના રાજીનામાં સ્વીકારાતા મોટો રાજકીય ભડાકો થવાની શક્યતા.

નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના ભાજપ સંગઠનના રાજીનામાં મુદ્દે નવો વળાંક આવ્યો છે. જલાલપોર તાલુકાના ભાજપના હોદ્દેદારોના રાજીનામા ભાજપે સ્વીકાર્યા છે. 58 હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા હતા. 25 હોદ્દેદારોએ રાજીનામાં પરત ખેંચ્યા છે. જયારે 33 લોકોના રાજીનામાં સ્વીકારાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓએ કમલમ ખાતે બેઠક યોજીને જાહેરાત કરી હતી .નજીકના સમયમાં નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવશે. જલાલપોર તાલુકાના સંગઠનના હોદ્દેદારોના રાજીનામાં સ્વીકારાતા મોટો રાજકીય ભડાકો થવાની શક્યતા છે
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
