તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Monday, 2nd March 2026
ગુજરાતનું ચોમાસુ સારૂ રહેશે: સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે: હોળીની જ્વાળાની દિશા જોઈને અંબાલાલ પટેલની મોટી આગાહી
હોળીનો ધુમાડો ઉપર જતો નથી તે સારૂ વર્ષ સુચવે છે. ભારતીય રાજકારણમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય. ગ્રહણના કારણે યુદ્ધની સ્થિતિ વિશ્વમાં બની રહેશે

અમદાવાદ :હોળીની જ્વાળાની દિશા જોઈને હવામાનના જાણકાર અંબાલાલ પટેલે હવામાન અંગે ભવિષ્યવાણી કરી છે. હવામાનનું દ્રષ્ટિએ વર્ષ સારુ અને સાનુકુળ છે. ચોમાસુ એકંદરે સાનુકૂળ રહેવાની આગાહી હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કરી છે. ગુજરાતનું ચોમાસુ સારૂ રહેશે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત માં સારો વરસાદ રહેશે. હોળીનો ધુમાડો ઉપર જતો નથી તે સારૂ વર્ષ સુચવે છે. ભારતીય રાજકારણમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય. ગ્રહણના કારણે યુદ્ધની સ્થિતિ વિશ્વમાં બની રહેશે. પાછોતરા વરસાદ રહેવાનો છે. દરિયાઈ ટાપુ, રશિયા અને ઓસ્ટ્રેલિયા પર અસર પાડી શકે છે. નાટો દેશો પર ગ્રહણની અસર થઈ શકે છે. ચંદ્રગ્રહણ અને માર્ચ માસના ગ્રહોના કારણે યુદ્ધની અસર રહેશે. અફઘાનિસ્તાન અને ઉત્તર પશ્ચિમની બોર્ડરો સાચવવી પડશે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
