<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાયો :આકરા ઉનાળાનો થયો પ્રારંભ: ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર: 36.9 ડિગ્રી

અમદાવાદમાં 36.5, ગાંધીનગરમાં 36, રાજકોટમાં 35.8, સુરેન્દ્રનગરમાં 35.8, અમરેલીમાં 35.7, કંડલા પોર્ટમાં 35.4, વડોદરામાં 35.2, ભુજ અને કેશોદમાં 35, ડિગ્રી

અમદાવાદ :હવામાન વિભાગે માર્ચ મહિનામાં આકરી ગરમી અનુભવાશે તેવું પુર્વાનુમાન કર્યું હતું તે પ્રમાણે માર્ચ શરૂ થતાં જ ગરમીનો પારો ઉંચો જવા લાગ્યો છે. રાત્રીનું તાપમાન પણ ઉંચુ જતાં રાજ્યમાં આકરા ઉનાળાનો પ્રારંભ થયો હોય તેવો તાપ અનુભવાયો છે. આજે પણ ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. ડીસામાં 36.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ પારો બે ડિગ્રી જેટલો ઉંચો જતાં ગરમીમાં વધારો થયો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.5 ડિગ્રી નોંધાયું છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થતાં વધુ આકરી ગરમી પડી શકે છે. રાત્રીનું તાપમાન એટલે લઘુત્તમ તાપમાનમાં પણ 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. જેના પગલે રાત્રે પણ અકળાવી દે તેવી ગરમી પડી શકે છે. આ વચ્ચે 4થી 6 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાઇ શકે છે.

આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો ડીસામાં 36.9 ડિગ્રી, અમદાવાદમાં 36.5, ગાંધીનગરમાં 36, રાજકોટમાં 35.8, સુરેન્દ્રનગરમાં 35.8, અમરેલીમાં 35.7, કંડલા પોર્ટમાં 35.4, વડોદરામાં 35.2, ભુજમાં 35, કેશોદમાં 35, સુરતમાં 34, ભાવનગરમાં 33.2, નલિયામાં 32.8, મહુવામાં 32.8, વલ્લભ વિદ્યાનગરમાં 32.7, ઓખામાં 29.8, વેરાવળમાં 29 અને દ્વારકામાં 27 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 13.4 ડિગ્રી, નલિયામાં 17, કેશોદમાં 17.1, મહુવામાં 18.1, સુરતમમાં 18.6, પોરબંદરમાં 18.8, રાજકોટમાં 19, વડોદરામાં 19.4, ભુજમાં 19.4, વલ્લભ વિદ્યાનગરમાં 19.4, કંડલા પોર્ટમાં 19.7, ગાંધીનગરમાં 19.8, ડીસામાં 19.9, સુરેન્દ્રનગરમાં 20, ભાવનગરમાં 20.1, વેરાવળમાં 20.3, અમદાવાદમાં 20.5, ઓખામાં 21.4, દ્વારકામાં 21.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

(11:24 PM IST)