<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

હોળી પછી હવે ગરમી માટે તૈયાર રહો ! તાપમાન પાંચ ડિગ્રી સુધી વધશે

દિવસભર થોડું-થોડું પાણી પીવો તમારા આહારમાં નાળિયેર પાણી, લીંબુ પાણી, છાશ અને ORS સોલ્‍યુશનનો સમાવેશ કરો

અમદાવાદ તા.૩: માર્ચ મહિનાની શરૂઆત સાથે દેશભરમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. એક તરફ, ઉત્તરપヘમિ અને મધ્‍ય ભારતમાં પહેલાથી જ તીવ્ર ગરમી પડી રહી છે, તાપમાન સામાન્‍ય કરતા ઘણું વધારે છે. દરમિયાન, એક નબળું પヘમિી વિક્ષેપ પહાડી વિસ્‍તારોમાં ત્રાટકવાની તૈયારીમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી મુજબ, આગામી દિવસોમાં મહત્તમ તાપમાન સામાન્‍ય કરતા ૪થી ૬ ડિગ્રી સેલ્‍સિયસ ઉપર રહી શકે છે. આ પહેલાથી જ ગરમ માર્ચનો સંકેત આપે છે.

હવામાન વિભાગ જણાવે છે કે, ઉત્તરપヘમિ ભારતમાં ઉપઉષ્‍ણકટિબંધીય પヘમિી જેટ પ્રવાહ સક્રિય છે, જે તાપમાનમાં ઝડપી વધારો કરવામાં ફાળો આપે છે. જોકે, ૪ માર્ચની રાતથી એક નવો પヘમિી વિક્ષેપ પヘમિી હિમાલય પ્રદેશને અસર કરી શકે છે, જેના કારણે ઊંચાઈ પર હળવો વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે. તો બીજી બાજુ મેદાની વિસ્‍તારોમાં હાલ ગરમ અને શુષ્‍ક હવામાન રહેવાની શક્‍યતા છે. આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જાણીએ.

 હવામાન વિભાગના અમદાવાદ કેન્‍દ્રએ આપેલી માહિતી પ્રમાણે, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાતના દરિયાકાંઠે એક અપર એર સર્ક્‍યુલેશન યથાવત છે. આ સાથે તેમણે જણાવ્‍યું છે કે, આજથી આગામી આઠમી માર્ચ સુધીમાં ગુજરાતનું હવામાન શુષ્‍ક રહેશે. ક્‍યાંય પણ વરસાદની આગાહી આપવામાં આવી નથી.

હવામાન અંગેની આગાહી કરતા તેમણે જણાવ્‍યું છે કે, ત્રણ દિવસ સુધી ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો મહત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. આગામી ૪૮ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્‍સિયસનો ધીમે ધીમે વધારો થશે. ત્‍યારબાદ આ પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્‍યતા નથી. આ સાથે ગરમ અને ભેજવાળી હવાની આગાહી કરતા દિવસ-૩થી દિવસ પાંચ સુધી એટલે કે, ૪થી છ માર્ચ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્‍વસ્‍થતા રહેવાની સંભાવના છે.

 હવામાન વિભાગે દરિયાકિનારા પર ગરમ અને ભેજવાળા હવામાનને કારણે સાવચેતી રાખવાનું જણાવ્‍યું છે. જેમાં તેમણે જણાવ્‍યું છે કે, અહીં મધ્‍યમ તાપમાન રહે છે. સામાન્‍ય લોકો માટે ગરમી સહન કરી શકાય છે પરંતુ સંવેદનશીલ લોકો જેમ કે શિશુઓ, વૃદ્ધો, ક્રોનિક રોગો ધરાવતા લોકોને ધ્‍યાન રાખવાની જરૂર છે. તેઓએ ગરમીના સંપર્કમાં આવવાનું ટાળવું. હળવા, આછા રંગના, ખુલ્‍લા, સુતરાઉ કપડાં પહેરો. આ સાથે તમારા માથાને ઢાંકો.

ડોક્‍ટરે સમજાવ્‍યું કે ભારે ગરમીમાં પરસેવા દ્વારા ઝડપથી પાણી અને જરૂરી મિનરલ્‍સ શરીરમાંથી નીકળી જાય છે, જેનાથી ડિહાઇડ્રેશન થાય છે. આનાથી ચક્કર, નબળાઇ અને માથાનો દુખાવો જેવી સામાન્‍ય સમસ્‍યાઓ થાય છે. આનાથી બચવા માટે દિવસભર થોડું-થોડું પાણી પીવો. તમારા આહારમાં નાળિયેર પાણી, લીંબુ પાણી, છાશ અને ORS સોલ્‍યુશનનો સમાવેશ કરો. આ ઇલેક્‍ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં મદદ કરે છે

 

(9:50 AM IST)