News of Tuesday, 3rd March 2026
ઇરાન યુદ્ધને કારણે UAEમાં મહેસાણાના 45 જેટલા લોકો ફસાયા: હેલ્પલાઇન શરૂ
બહુચરાજી APMCના પૂર્વ ચેરમેન વિજય પટેલ પણ પરિવાર સહિત ત્યાં ફસાયેલા: સાંસદ હરિ પટેલે વિશ્વાસ આપ્યો છે કે એર સ્પેસ ખુલતા જ તમામ નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા જરૂરી કાર્યવાહી કરાશે

અમેરિકા-ઇઝરાયલના ઈરાન પર વધતા હુમલાથી તણાવને કારણે યુનાઇટેડ આરબ અમીરાતમાં મહેસાણા જિલ્લાના અંદાજે 45 જેટલા લોકો ફસાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહેસાણાના સાંસદ હરિ પટેલના કાર્યાલય દ્વારા વિશેષ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ફસાયેલા તમામ લોકોની વિગતો ભારતના વિદેશ મંત્રાલય તેમજ જિલ્લા કલેક્ટરને મોકલી આપવામાં આવી છે.બહુચરાજી APMCના પૂર્વ ચેરમેન વિજય પટેલ પણ પરિવાર સહિત ત્યાં ફસાયેલા હોવાનું જાણવા મળે છે. સાંસદ હરિ પટેલે વિશ્વાસ આપ્યો છે કે એર સ્પેસ ખુલતા જ તમામ નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
