News of Tuesday, 3rd March 2026
સુરત જિલ્લામાં સટ્ટો રમતા તત્વો સામે જિલ્લા પોલીસની લાલ આંખ
પલસાણા પોલીસ એ ક્રિકેટ વર્લ્ડ કપ મેચ પર સટ્ટો રમતો યુવક ઝડપાયો

સુરત જિલ્લામાં પલસાણા પોલીસની ટીમે બાતમીના આધારે પારડીપાટા ગામે દરોડો પાડી પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ પર ઓનલાઇન જુગાર રમતા એક શખ્સની ધરપકડ કરી છે.હાલમાં રમાઈ રહેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની મેચો પર ઓનલાઇન સટ્ટો રમતા તત્વો સામે સુરત ગ્રામ્ય પોલીસે લાલ આંખ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે પારડીપાટા ગામનો જીજ્ઞેશભાઈ હસમુખભાઈ પટેલ પોતાના ઘરની બાજુમાં બેસી મોબાઈલ ફોન દ્વારા ક્રિકેટ મેચ પર હાર-જીતનો જુગાર રમી રહ્યો છે.
પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા જીજ્ઞેશ પટેલ લાલ રંગનું ટી-શર્ટ પહેરેલી હાલતમાં મળી આવ્યો હતો. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
