News of Tuesday, 3rd March 2026
સુરત જિલ્લામાં ઓનલાઇન ગેમિંગમાં રૂપિયા ગુમાવતા યુવકનો આપઘાત
પલસાણા તાલુકાના સોયણીમાં ઓનલાઇન ગેમિંગના ચક્કરમાં યુવકે આત્મહત્યા કરી હતી.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના સોયાણી ગામે આવેલી શુકન રેસીડેન્સીમાં રહેતા 21 વર્ષીય યોગેશ કેશવપ્રસાદ શુક્લાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્માહત્યા કરી લીધી હતી મૃતક યુવાન અભ્યાસ કરતો હતો અને ઓનલાઇન ગેમિંગના ચક્કરમાં યુવકે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ જાણવા માંડ્યું છે તેમજ મૂળ મધ્યપ્રદેશના સીધી જિલ્લાના રામપુર નૈકિનનો વતની હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર,સુરત જિલ્લાના પલસાણા તાલુકાના સોયાણી ગામે આવેલી શુકન રેસીડેન્સીમાં રહેતા 21 વર્ષીય યોગેશ ઓનલાઇન ગેમિંગ રમતો હતો અને તેને ઓન લાઈન ગેમ રમીને મોટી રકમ ગુમાવી દીધી હતી.આ આર્થિક નુકસાનના કારણે તે છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હતો અને અંતે મનમાં લાગી આવતા તેણે આ ખોટું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ ઘટના ગત તારીખ 1 માર્ચના રોજ બપોરે 11 : 45 વાગ્યાના સુમારે બની હતી. મૃતકના પિતા કેશવપ્રસાદ ઉમાશંકર શુક્લાએ આ અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. પલસાણા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ એ.એસ.આઇ. મનોજભાઇ ગોવિંદભાઇ ચલાવી રહ્યા છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
