<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ઓપન ગુજરાત ડે-નાઇટ ફુટબોલ ટુર્ના. : એઆરએ એફસી ટીમનો વિજય

 

 રાજકોટ :૧૪મો ઓપન ગુજરાત ડે-નાઈટ ફૂટબોલ ટુર્નામેન્‍ટ-૨૦૨૬, રાજકોટ સિટી પોલીસ અને જ્‍યોતિ સીએનસીના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્‍ટની શરૂઆત વર્ષ ૨૦૧૨માં તે સમયના જે.ટી. સી.પી. શ્રી કે. એલ. રાવ દ્વારા કરવામાં આવી હતી.

આ ટુર્નામેન્‍ટમાં  ૧૩  ટીમોએ ભાગ લીધો હતો.  અંતિમ દિવસે ફાઇનલ મુકાબલો એઆરએ એફસી-અમદાવાદ અને ઇન્‍કમ ટેક્‍સ-અમદાવાદની ટીમ વચ્‍ચે રમાયો હતો, જેમાં ગત વર્ષની ચેમ્‍પિયન ટિમ એઆરએ એફસી ટીમે ૨-૧થી વિજય મેળવી ચેમ્‍પિયનશિપ પોતાના નામે કરી હતી. એઆરએ એફસી માટે અમન શાહ અને નીરજ (નોરજ) કુમારે ગોલ નોંધાવ્‍યા હતા, જ્‍યારે ઇન્‍કમ ટેક્‍સ અમદાવાદ તરફથી તોતન દાસે એક ગોલ કર્યો હતો. સેમિફાઇનલ સુધી પહોંચનાર અન્‍ય ટીમોમાં એચ.આર. મેડમ, જામનગર અને સેન્‍ટ જોસેફ, અમદાવાદનો સમાવેશ થયો હતો.

આ  પ્રસંગે રોલેક્‍સ રીંગ્‍સના સીએમડી  મનીષભાઈ માડેકા, મુખ્‍ય સ્‍પોન્‍સર જ્‍યોતિ સીએનસી વતી  કૌશિકભાઈ સોલંકી, સરગમ કલબના પ્રમુખ  ગુણુભાઈ ડેલાવાળા, ગાર્ડી સ્‍કૂલના ડી.વી. મહેતા, ડૉ. અમિત હાપાણી, પોલીસ કમિશનર  બ્રજેશકુમાર ઝા, એડિશનલ કમિશનર  મહેંદ્ર બગરીયા, ડી.સી.પી. જગદીશ બાંગરવા, ડી.સી.પી. હેતલબેન પટેલ અને ડી.સી.પી.  સુધીર દેસાઈે ઉપસ્‍થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્‍તે વિજેતા ટીમને રૂ. ૧,૦૦,૦૦૦ તથા રનર-અપ ટીમને રૂ. ૫૧,૦૦૦ની રોકડ રકમ એનાયત કરવામાં આવી. સેમિફાઇનલ સુધી પહોંચનાર ટીમોને રૂપિયા ૭,૦૦૦નું પ્રોત્‍સાહન ઇનામ આપવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત શ્રેષ્ઠ ગોલકીપરનું ઈનામ સત્‍યજીત બારડોલી (ઇન્‍કમ ટેક્‍સ), શ્રેષ્ઠ ડિફેન્‍સ નીરજ કુમાર, શ્રેષ્ઠ મિડફિલ્‍ડર અમન શાહ અને શ્રેષ્ઠ ફોરવર્ડ જય કાનાણીને પ્રાપ્ત થયું હતું. દરેક શ્રેષ્ઠ ખેલાડીને ટ્રોફી સાથે રૂપિયા ૩,૦૦૦ આપવામાં આવેલ.

 જ્‍યોતિ સી. એન સી ઓટોમેશન લી. મેચના મુખ્‍ય સ્‍પોન્‍સર અને અન્‍ય દાતાઓમાં ઓર્બીટ બેરિંગ્‍સ ઇન્‍ડિયા પ્રા. લિ., પેલિકન રોટોફ્‌લેક્‍સ પ્રા. લિ., રોલેક્‍સ રિંગ્‍સ લિ., રવિ ટેકનોફોર્જ પ્રા. લિ., વિક્રમ વાલ્‍વસ પ્રા. લિ., મીરા કાસ્‍ટિંગ, એન્‍જલ પંપ પ્રા. લિ. જેવી નામાંકિત કંપનીઓનો સાંપડયો હતો. આ સમગ્ર સફળ આયોજન માટે ક્રાઈમ બ્રાન્‍ચના ડી.સી.પી જગદીશ બાંગરવા, જ્‍યોતિ સી.એન.સી.ના વિક્રમસિંહ રાણા, કૌશિકભાઈ સોલંકી, રાજકોટ ફુટબોલ એસોસિએશનના હોદેદારો, ગુણવંત ડેલાવાળા, બી. કે. જાડેજા,રોહિતભાઈ બુંદેલા, એહસાસ ટ્રસ્‍ટના નિヘલ સંઘવી, તેમજ સિનિયર ખેલાડીઆ ડિસોઝા,  રાજુભાઈ ચૌહાણ,દિપક યશવંતે, શિવરાજસિંહ ચાવડા,રાફેલ ડાભી, ઉપેન્‍દ્રસિંહ ઝલા જીણાભાઇ ભરવાડ અને ળ્‍ઘ્‍ઘ્‍ ના શ્રી જયેશ કનોજીયાના માર્ગદર્શનમાં પોલીસ ડીપાર્ટમેન્‍ટ, એહસાસ ટ્રસ્‍ટની ટીમના સભ્‍યો જહેમત ઉઠાવી હતી.

નિશ્વલ સંઘવી અને રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ ફૂટબોલ એસોશિએશનના હોદેદાર બી કે જાડેજાની ખાસ યાદી જણાવે છે,કે આગામી ૧૫મી ટુર્નામેન્‍ટ તા. ૨ થી ૮ જાન્‍યુઆરી૨૦૨૭ ના દિવસોમાં રમાડવામાં આવશે  દુનિયામાથી કોઈપણ ખેલાડી કોઈપણ ટીમમાથી રમી શકશે, તેના માટે સીઆરએસ/સીએમએસના કોઈ રજીસ્‍ટ્રેશનની આવશ્‍યકતા રહેશે નહીં. તેમજ ઇનામોની રકમમાં પણ વધારો કરવામાં આવશે. જેનો ઉદેશ વધુમાં વધુ ટીમો ભાગ લઈ શકે અને સારા ખેલાડીઓ રાજકોટ માં રમવા આવે તેનો લાભ દરેક રમત-ેમીઓને મળે, આની સર્વે ટીમોએ તથા ખેલાડીએ નોંધ લેવી વધુ વિગત માટે શ્રી રોહિતભાઈ બુંદેલા તેમજ શ્રી જયેશભાઇ કનોજિયાનો સંપર્ક કરવા એસો.એ. જણાવ્‍યું છે.

(1:12 PM IST)