<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપીને સુરત ગ્રામ્ય LCBએ ઝંખવાવથી દબોચ્યો

બાતમીના આધારે એલસીબીએ.માંડવી પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ આરોપી સમીર તાંબોલી ઝંખવાવથી વાડી જતા રોડ પરથી ઝડપી લીધો

સુરત જિલ્લાની સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી સમીર તાંબોલીને ઝંખવાવ ખાતેથી બાતમીના આધારે  ઝડપી પાડ્યો છે.
  સુરત જિલ્લામાં  શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ માટે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ LCB પી.આઈ. આર.બી. ભટોળ દ્વારા  ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત LCBની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કર્યો હતો.
    આ દરમિયાન LCBના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ કાનજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અક્ષયભાઈ શંકરભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, માંડવી પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ આરોપી સમીર તાંબોલી ઝંખવાવથી વાડી જતા રોડ પર ઊભો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી આરોપીને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યો હતો.
   પ્રાથમિક પૂછપરછમાં આરોપી સમીર તાંબોલીએ માંડવી પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. તેની વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨) તથા ગુજરાત નશાબંધી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. હાલમાં આ આરોપીનો કબજો કાયદેસરની વધુ કાર્યવાહી માટે ઝંખવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે

(11:44 AM IST)