<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

સુરતમાં રાત્રે બે કારખાનામાં આગ ભડકી: મશીનરીઓ અને કાપડ નો જથ્થો બળીને ખાખ

ભટાર રોડ અને વેડરોડ ખાતે એમ્બ્રોઈડરી અને લુમ્સના કારખાનામાં આગથી અફરાતફરી:મશીનરીઓ સહિત કાપડનો જથ્થો બળીને ખાખ થતા લાખો રૂપિયાનું નુકસાન

સુરતમાં ગત રાત્રિના સમયે બે અલગ અલગ કારખાનાઓમાં આગની ઘટના બની હતી ભટાર રોડ ખાતે એમ્બ્રોઈડરી અને વેડરોડ ખાતે આવેલા લુમ્સના કારખાનામાં આગ ફાટી નીકળેલી હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ નો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કલાકોની જેમ જ બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
    આગના પહેલા બનાવમાં, ભટાર અલથાણ રોડ પર એક મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા રુદ્રાક્ષ ફેશન નામના એમ્બ્રોઈડરીના કારખાનામાં રાત્રે આગ ફાટી નીકળે હતી. જેના પગલે ચારથી વધુ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે આગના પગલે કારખાના ની અંદર રહેલી મશીનરીઓ અને કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.
  આગના અન્ય એક બનાવમાં, વેડ રોડ ખાતે હરિઓમ મિલ ની પાછળ આવેલા એક લુમ્સ ના કારખાનામાં પહેલા માળે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા પાંચ ફાઈટ સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળ જોડી ગઈ હતી. એક કલાકની ભારે બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. પહેલા માળે આગ હોવાથી ફાયરના જવાનોને આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આગ ના પગલે મશીનરીઓ અને કાપડ નો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.
  ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, રાત્રે એમ્બ્રોઈડરી અને લૂમ્સના કારખાના માં લાગેલી આગની ઘટનાઓ નું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતાઓ હાલ સેવવામાં આવી રહી છે. જોકે આ બંને અગ્નિ ઘટનાઓ રાત્રે બની હોવાથી કારખાનામાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.

(11:45 AM IST)