News of Tuesday, 3rd March 2026
ભાજપે બધા પ્રભારીઓ બદલ્યાઃ પ્રથમ વખત મહામંત્રીઓને મહાનગરોનો હવાલો
છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, નયે દોર મેં લિખેંગે મિલકર નયી કહાની... : રાજકોટમાં અનિરૂધ્ધ દવે, સુરતમાં પ્રશાંત કોરાટ, અમદાવાદમાં અજય બ્રહ્મભટ્ટ, વડોદરામાં હિતેન્દ્રસિંહ ચૌહાણઃ સૌરાષ્ટ્રની ૩ મહિલાઓને પ્રભારી પદઃ સ્થાનિક ચૂંટણીઓના કામને અગ્રતા : રાજકોટના કશ્યપ શુકલ અમદાવાદ જિલ્લામાં, ધનસુખ ભંડેરી જામનગરમાં અરવિંદ રૈયાણી જુનાગઢ જિલ્લામાં અને કમલેશ મિરાણી ભાવનગરમાં નવા પાર્ટી પ્રભારી

રાજકોટ, તા. ૩ : ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વર્માએ ગઇકાલે પાર્ટીનાં શહેર-જિલ્લાઓના નવા પ્રભારીઓની નિમણુંક કરી છે. તેમણે ધરખમ ફેરફાર કર્યો છે. એકાદ જિલ્લાને બાદ કતા લગભગ બધા જિલ્લાઓમાં પ્રભારીઓ બદલાયા છે. અમુક પ્રભારીઓના જિલ્લા બદલાવાયા છે. અમૂકને નવી નિમણૂક આપવામાં આવી છે.
૩ મહિલા અગ્રણીઓને પ્રભારી બનાવાયા છે. તે ત્રણેય સૌરાષ્ટ્રના છે જેમાં સુરેન્દ્રનગરના વર્ષાબેન દોશી અને જીજ્ઞાબેન પંડયા તથા જુનાગઢના ભાવનાબેન હીરપરાનો સમાવેશ થાય છે.
પ્રથમ વખત ૪ મોટા મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પ્રદેશ મહામંત્રીઓને જ પ્રભારી પદ સોંપાયું છે.
પાલિકા-પંચાયતોની ચૂંટણી એકદમ નજીક આવી રહી છે ત્યારે પ્રભારીઓની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ બની રહેશે.
નવા નિમાયેલા પ્રભારી
પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર યાદી મુજબ, ડાંગમાં રાજેશભાઈ દેસાઈ (સુરત શહેર), વલસાડમાં વિનયભાઈ શુક્લ (સુરત શહેર), નવસારી જીલ્લામાં શંકરભાઈ અમલીયાર (દાહોદ), સુરત શહેરમાં ડૉ. પ્રશાંતભાઈ કોરાટ (રાજકોટ જીલ્લો) અને ગૌતમભાઈ ગેડીયા (સુરેન્દ્રનગર) તેમજ સુરત જીલ્લામાં ડૉ. જગદીશભાઈ પી. પટેલ - બલ્લર (સુરત શહેર) ની નિમણૂંક કરવામાં આવી છે.
તાપીમાં પરાક્રમસિંહ જાડેજા (વડોદરા શહેર), ભરૂચમાં અર્જુનભાઈ ચૌધરી (સુરત જીલ્લો), નર્મદામાં હિતેન્દ્રસિંહ ચૌહાણ (સુરેન્દ્રનગર), વડોદરા શહેરમાં ડૉ. ઋત્વિજભાઈ પટેલ (કર્ણાવતી), વડોદરા જીલ્લામાં હિમ્મતભાઈ પડશાળા (ગીર સોમનાથ) અને છોટા ઉદેપુરમાં હર્ષદભાઈ વસાવા (નર્મદા) ને જવાબદારી સોંપાઈ છે. પંચમહાલમાં નીતિનભાઈ સી. પટેલ (મહેસાણા), મહીસાગરમાં રાજેન્દ્રભાઈ પટેલ - ચૌધરી (અરવલ્લી), દાહોદમાં શ્રીમતી વર્ષાબેન દોશી (સુરેન્દ્રનગર), આણંદ જીલ્લામાં રમેશભાઈ દેસાઈ (કર્ણાવતી), ખેડામાં અજયભાઈ બ્રહ્મભટ્ટ (ખેડા) અને કર્ણાવતી શહેરમાં કશ્યપભાઈ શુક્લ (રાજકોટ શહેર) પ્રભારી તરીકે કાર્ય કરશે. રાજકોટ જિલ્લામાં ભરત આર્યને પ્રભારી બનાવાયા છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
