<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ભારતના વિવિધ રાજ્‍યોમાં હાહાકાર મચાવતી મદારીગેંગ અંતે સુરત પોલીસના સાણસામાં

આખા દેશના વિવિધ રાજ્‍યોમાં જેના નામ પોલીસ ચોપડે પોકારી રહ્યા છે, તે કુખ્‍યાત ગેંગને ઝડપવાનો યશ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર હિતેશ ગઢવી ટીમને મળ્‍યો : સાધુવેશ ધારણ કરી દાગીના પલકવારમાં ગાયબ કરતી ગેંગને તમામ રાજ્‍યોની પોલીસ શોધી રહી છે, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના વિશેષ અભિયાનની રણનીતિ રંગ લાવી : જોઇન્‍ટ પોલીસ કમિશનર રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્‍વ અને એસીપી કિરણ મોદીના સંકલનમાં મળેલ સફળતાની ગાથા ટીમના સુકાની પીઆઇ હિતેશ ગઢવી અકિલા સમક્ષ વર્ણવે છે

રાજકોટ તા.૩:  નો ડ્રગ્‍સ ઈન સુરત, નો વોન્‍ટેડ ઇન સુરત, નો ક્રિમીનલ ઈન સુરત એવા પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતના સફળ અભિયાનમાં સ્‍થાનિક પોલીસ સાથે SOG, PCB અને ડીસીબીએ વિશેષ જવાબદારી સંભાળેલ હોય તાજેતરમાંજ ક્રાઇમ બ્રાન્‍ચમાં જેની વિશેષ નિમણૂક થયેલ છે તેવા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર હિતેશ ગઢવી ટીમને મોટી સફળતા મળી છે.

સાધુ વેશ ધારણ કરી વિવિધ રાજ્‍યોમાં અને શહેરોમાં સ્‍પેશ્‍યલ પ્રકારની મોડેસ ઓપરેન્‍ડી આધારે દાગીના કઢાવી ઠગાઈ કરી હાહાકાર મચાવનાર આ ગેમાટે જોઇન્‍ટ પોલીસ કમિશનર ક્રાઈમ રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજીયાના નેતળત્‍વ હેઠળનો અને એસીપી કિરણ મોદીના સંકલન સાથે હિતેષ ગઢવી ટીમ દ્વારા સુરતના બુલેટ ટ્રેનના બ્રિજ નીચેથી  ક્રાઈમ બ્રાન્‍ચ સ્‍કોડ દ્વારા ચોક્કસ બાતમી આધારે મદારી ગેંગને ઝડપી લેતા પોલીસ કમિશનર દ્વારા સહુને અભિનંદન આપેલ.

આરોપીઓના નામઃ- (૧) રાજેશનાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી, ઉ.વ. ૩૪, રહેવાસી- તૈયદપુરા-ડુંગરા, તા.કપડવંજ, જી.ખેડા. (૨) અશોકકુમાર ગમનારામ ચૌધરી ઉ.વ.૨૧, રહેવાસી- ગામ-અંદોર, તહસીલ-સિંગવજ, જી.સીરોહી, રાજસ્‍થાન મુળ વતન-ગામ-ઓડાબાન્‍ધ, તહસીલ-સિંગવજ, જી.સીરોહી, રાજસ્‍થાન.

આ કામના આરોપીઓની મોડેસ ઓપરેન્‍ડી એવી છે કે, પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી રાજેશનાથ ઉર્ફે રાજલો મદારી તેના સાગરીત આરોપી નંબર-૨ અશોકકુમાર ચૌધરી સાથે કપડવંજ મુકામેથી ફોર વ્‍હીલ ગાડીઓમાં નીકળી અલગ અલગ શહેરો અને રાજ્‍યોમાં ફરતા રહે છે અને જે તે શહેરમાં પહોંચ્‍યા બાદ આરોપી રાજેશનાથ ઉર્ફે રાજલો મદારી નાનો સાધુનો વેશ ધારણ કરી લે છે અને આરોપી અશોકકુમાર ચૌધરી ફોર વ્‍હીલ ડ્રાયવીંગ કરી ધાર્મીક સ્‍થળની આજુબાજુ કે, આ પ્રકારે ટાર્ગેટ કરતી હોવાનું પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર હિતેશ ગઢવીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

આરોપીઓ દ્વારા રાજસ્‍થાન, મહારાષ્‍ટ્ર સહિત દેશના વિવિધ રાજ્‍યોમાં બે ડઝનથી વધુ ગુન્‍હાઓ તેમના નામ પર પોકારી રહ્યા છે, મોટા ભાગના રાજ્‍યોની પોલીસ આ આરોપીઓના સુરત ક્રાઈમ બ્રાન્‍ચ પાસેથી કબ્‍જો મેળવવા માટે કોન્‍ટેક્‍ટ કરી રહ્યાનું પણ આ ટીમના સુકાની હિતેશ ગઢવીએ અકિલા સાથેની વાતચીતમાં  વિશેષમાં જણાવ્‍યું છે.

(3:26 PM IST)