<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ભાજપના મોરચાઓના પ્રદેશ પ્રભારી પદે સૌરાષ્‍ટ્રમાંથી એક માત્ર કિરીટ પટેલ

જુનાગઢ પંથકના અડીખમ અગ્રણી યુવા મોરચો સંભાળશે : બક્ષીપંચ મોરચામાં નટુજી ઠાકોર, મહિલા મોરચામાં બ્રહ્મભટ્ટ પ્રભારી

રાજકોટ, તા.૩: ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્‍વકર્માને પાર્ટીના ૭ મોરચાઓમાં પ્રદેશ પ્રભારી જાહેર કર્યા છે. જેમાં સૌરાષ્‍ટ્રમાંથી એક માત્ર જુનાગઢ જિલ્લાના અગ્રણી શ્રી કિરીટ પટેલને પસંદ કરી તેમને યુવા મોરચાની જવાબદારી સોંપવામાં આવતા તેમના પર અભિનંદનવર્ષા (મો.૯૮૨૫૦ ૩૫૦૬૯) થઇ રહી છે.

શ્રી કિરીટ પટેલ ભાજપના જૂના અને જાણીતા આગેવાન છે. તેઓ સ્‍નાતક છે. જુનાગઢના યુવા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, તાલાળા માર્કેટયાર્ડના ચેરમેન, જુનાગઢ માર્કેટયાર્ડના ચેરમેન વગેરે સ્‍થાનો પર રહી ચૂકયા છે. તેઓ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે કાર્યરત છે. પાર્ટીમાં યુવા મોરચો ખૂબ મહત્‍વનો છે. તેમાં પ્રદેશ પ્રભારી તરીકે નિમણૂક તેમની રાજકીય ક્ષમતા દર્શાવે છે.

અન્‍ય મોરચાઓની પ્રભારીઓની માહિતી નીચે મુજબ છે.

મહિલા મોરચો

* શબ્‍દશરણ બ્રહ્મભટ્ટ- (વડોદરા)

* બક્ષીપંચ મોરચો-

નટુજી ઠાકોર (પાટણ)

* એસ.સી મોરચો

હિતેષ પટેલ(સાબરકાંઠા)

* એસ.ટી.મોરચો

ગીતાબેન રાઠવા (છોટા ઉદેપુર)

* કિસાન મોરચો

ભરત પંડયા (અમદાવાદ)

*લઘુમતી મોરચો

રસિક પ્રજાપતિ (વડોદરા જિલ્લો)

(4:20 PM IST)