તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
સુરતના માથાભારે વ્યાજખોર ચિરાગ ગોટી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ
વેપારીની માલિકીની જમીન ખાલી કરાવવા માટે ધાક-ધમકી આપવાનો આક્ષેપ થતાં પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

સુરતના અસામાજીક તત્વ અને વ્યાજખોર ચિરાગ ગોટી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. અશ્વિનીકુમાર પોલીસ મથકે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ચિરાગ ગોટી સહિત ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. માથાભારે ગણાતા ચિરાગ ગોટી વિરુદ્ધ એક પછી એક ફરિયાદ નોંધાઈ રહી છે. વેપારીની માલિકીની જમીન ખાલી કરાવવા માટે ધાક-ધમકી આપવાનો આક્ષેપ થતાં પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે . ગત તા. 10 જુલાઈ 2023 થી 20 જુલાઈ 2023 દરમિયાન નવીન બચુભાઈ પટેલ, ચિરાગ રમેશ પટેલ અને ચિરાગ ઘનશ્યામ ગોટીએ ફરિયાદીને ધમકી આપી હતી. આરોપીઓએ ફરિયાદીને ગાળાગાળી કરી ખોટા કેસોમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
