તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
અમદાવાદના મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં જિલ્લા રજીસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે ભારે હોબાળો
કાર્યકરોએ આ લગ્નને ‘લવ જેહાદ’ ગણાવી નોંધણી પ્રક્રિયા સામે વિરોધ કર્યો અને મેરેજ રજીસ્ટ્રાર મુસ્લિમ હોવાને કારણે પક્ષપાતી વલણ અપનાવ્યાનો આક્ષેપ કર્યો

અમદાવાદ શહેરના મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલી જિલ્લા રજીસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. કઠવાડાના અપરિણીત યુવક અને ગાંધીનગરના કારોલીની અપરિણીત યુવતી લગ્ન નોંધણી માટે કચેરીએ પહોંચતા હિન્દુ સંસ્થાના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. યુવતીને વકીલના કપડા પહેરાવીને કોર્ટમાં લવાઈ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. કાર્યકરોએ આ લગ્નને ‘લવ જેહાદ’ ગણાવી નોંધણી પ્રક્રિયા સામે વિરોધ કર્યો અને મેરેજ રજીસ્ટ્રાર મુસ્લિમ હોવાને કારણે પક્ષપાતી વલણ અપનાવ્યાનો આક્ષેપ કર્યો હતો. લગ્ન નોંધણીનો સમય સવારે 11 વાગ્યાનો હોવા છતાં યુવક-યુવતીને 9:30 વાગ્યે લવાયા હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. રજીસ્ટ્રારની બદલીની માંગ સાથે હાલ કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
