<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

જેદ્દાહમાં યુદ્ધના કારણે ફસાયેલા ગુજરાતીઓ અમદાવાદ પરત ફર્યા :પરિવારને હાશકારો: ઉમળકાભેર કર્યું સ્વાગત

ઈન્ડિગો એરલાઇન્સની વિશેષ ફ્લાઈટ મારફતે અંદાજિત 200 જેટલા પેસેન્જર્સ રાત્રિના સમયે અમદાવાદ પહોંચ્યા

અમદાવાદ :સાઉદી અરેબિયા ખાતે ઉમરાહની પવિત્ર યાત્રા પૂર્ણ કરીને ગુજરાતના શ્રદ્ધાળુઓનો મોટો જથ્થો ગત રાત્રે સુરક્ષિત રીતે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફર્યો છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈન્ડિગો એરલાઇન્સની વિશેષ ફ્લાઈટ મારફતે અંદાજિત 200 જેટલા પેસેન્જર્સ રાત્રિના સમયે અમદાવાદ આવી પહોંચ્યા હતા. પવિત્ર મક્કા અને મદીનાના દર્શન કરીને પરત ફરેલા આ યાત્રિકોના ચહેરા પર એક અલગ જ પ્રકારની શાંતિ અને આસ્થાનો ભાવ જોવા મળતો હતો.

  ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 8623 રાત્રે આશરે 11:00 વાગ્યાની આસપાસ અમદાવાદ રનવે પર લેન્ડ થઈ હતી. એરપોર્ટના અરાઈવલ ટર્મિનલ પર પહોંચતા જ યાત્રિકોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના સ્વજનોને લાંબા સમય બાદ અને પવિત્ર યાત્રા કરીને પરત ફરેલા જોઈને પરિવારજનોના આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા.

(12:23 AM IST)