<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

નડાબેટ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાની વાર્ષિક બેઠક યોજાઇ

વિરમગામ સહિત અમદાવાદ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાની ટીમ ઉપસ્થિત રહી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજયકક્ષા દ્વારા વર્ષ 2026ની વાર્ષિક મિટિંગનું ભવ્ય આયોજન  રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠક ટુરીઝમ ઓડિટોરિયમ નડાબેટ, સુઇગામ (જિલ્લો વાવ–થરાદ) ખાતે યોજાઇ હતી.‌બ્રહ્મસમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુસર યોજાતી આ વાર્ષિક બેઠકમાં અમદાવાદ જીલ્લામાંથી વિરમગામ, બાવળા, ધોળકા , ધંધુકા,દસકોઈ સહિતના શહેરમાંથી સમસ્ત બ્રહ્મ સમાજ ના 50થી પણ વધુ હોદ્દેદારો સહિત રાજ્યભરના અગ્રણીઓ, પદાધિકારીઓ તથા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી

. બેઠક દરમિયાન સમાજના વર્તમાન મુદ્દાઓ, ભવિષ્યની યોજનાઓ તેમજ સંગઠનાત્મક મજબૂતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

  આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય (માંડવી), અનિકેતભાઈ ઠાકર ધારાસભ્ય (પાલનપુર) સહિત રાજ્ય કક્ષાના આગેવાનો ઉપસ્થિત રહ્યા. જ્યારે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના મુખ્ય કન્વીનર યજ્ઞેશભાઇ દવે તથા અધ્યક્ષ ડૉ. અશ્વિનભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

  કાર્યક્રમની સફળતા માટે પ્રદેશ મહામંત્રી દિનેશભાઈ રાવલ, ગિરીશભાઈ ત્રિવેદી,પ્રદેશ યુવા કન્વીનર પાર્થ રાવલ દ્વારા સ્થળ વ્યવસ્થાપન, સ્વાગત સમિતિ તથા રજિસ્ટ્રેશન સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં. સમાજના યુવા પ્રતિનિધિઓ, મહિલા પ્રતિનિધિઓ અને જિલ્લા સંગઠનના પદાધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી

(7:49 PM IST)