તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th March 2026
નર્મદાના સિસોદરા પાસે નદીમાં ન્હાવા પડેલા કારવણ ગામના 3 યુવકો ડૂબ્યા: NDRF દ્વારા સર્ચ ઓપરેશન
કારવણના આ ત્રણ શખ્સો સિસોદરા ગામની મસ્જિદમાં AC રિપેરિંગના કામ માટે આવ્યા હતા:ગરમીથી રાહત મેળવવા નજીક વહેતી નર્મદા નદીમાં ન્હાવા માટે ગયા હતા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા કારવણ ગામથી નર્મદા જિલ્લામાં કામ અર્થે આવેલા ત્રણ યુવકો માટે નર્મદા નદી કાળ સાબિત થઈ છે. સિસોદરા અને ઓરી ગામ વચ્ચે નર્મદા નદીમાં ન્હાવા પડેલા આ ત્રણેય યુવકો ડૂબી જવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, કારવણના આ ત્રણ શખ્સો સિસોદરા ગામની મસ્જિદમાં AC રિપેરિંગના કામ માટે આવ્યા હતા. બપોરના સમયે અસહ્ય ગરમી હોવાથી ત્રણેય મિત્રો ગરમીથી રાહત મેળવવા નજીક વહેતી નર્મદા નદીમાં ન્હાવા માટે ગયા હતા. જોકે, નદીના ઊંડા પાણીમાં ઉતર્યા બાદ ત્રણેય યુવકો અચાનક લાપતા થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. રાજપીપલા ફાયર રેસ્ક્યુ ટીમ અને NDRF ની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જોકે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, ઘટનાના 2 કલાક વીતી જવા છતાં રેસ્ક્યુ ટીમ સમયસર ન પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જવાનો દ્વારા નદીના ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
