News of Wednesday, 4th March 2026
પાટણ જિલ્લાના એક ગામમાં દેશી દારુના અડ્ડા પર ગ્રામજનોની જનતા રેડ : ભઠ્ઠાઓમાં ભારે તોડફોડ મચાવી:PI વિરુદ્ધ સુત્રોચાર
દારુના ભઠ્ઠાઓ તોડી નાખ્યાં બાદ તોડી ફોડી નાખેલ ચીજવસ્તુઓ લઈને ગ્રામ્યજનો પોલીસ મથકે પહોંચ્યા:પોલીસ ઈન્સ્પેકટર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા અને હપ્તાખોરીના આક્ષેપ કર્યો

પાટણ જિલ્લાના સરસ્વતી રખાવ ગામના લોકો દેશી દારુની બદીથી ખૂબ જ ત્રસ્ત હતા. અવારનવાર સરકારી તંત્રમાં ફરિયાદ કરવા છતા કોઈ નિરાકરણ નહોતું આવતું. આથી ગ્રામ્યજનોએ સામૂહિક જનતા રેડ પાડવાનું નક્કી કર્યું, દેશી દારુના દુષણથી કંટાળેલા ગ્રામ્યજનોએ ભેગા થઈને, દારુના ભઠ્ઠાઓમાં ભારે તોડફોડ મચાવી હતી. દારૂ બનાવવા માટે વપરાતી સમગ્રીનો નાશ કરાયો હતો. તો કેરબાઓમાં ભરી રાખેલ, દેશી દારૂ બનાવવા વપરાશમાં લેવાતો વોશનો મોટા પાયે નાશ કરવામાં આવ્યો હતો.
દારુના ભઠ્ઠાઓ તોડી નાખ્યાં બાદ, તોડી ફોડી નાખેલ ચીજવસ્તુઓ લઈને ગ્રામ્યજનો પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. દેશી દારુ બનાવનારાઓ પાસેથી પોલીસ હપ્તા ખાય છે તેવો આક્ષેપ પણ ગ્રામ્યજનોએ કર્યો હતો. પોલીસને જ્યારે જાણ થઈ કે, દારુની બદીથી ત્રાસી ગયેલ ગ્રામ્યજનોએ જનતા રેડ પાડી છે ત્યારે પોલીસ દોડતી થઈ હતી
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
