તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 5th March 2026
વલસાડના તિથલ રોડ પર સરદાર હાઈટ્સ સોસાયટીમાં સરસ્વતી વીંગમાં બે બાળકી લિફ્ટમાં ફસાઈ:દોડધામ
સ્થાનિકો તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકોને લિફ્ટમાંથી બહાર કાઢ્યા :લિફ્ટ મેન્ટેનન્સ કરતી એજન્સી સામે સ્થાનિકોમાં ભારે રોષ

વલસાડના તિથલ રોડ પર આવેલા સરદાર હાઈટ્સ સોસાયટીમાં ફરીથી લિફ્ટ ખોટકાવવાની ઘટના સામે આવી છે. સરદાર હાઈટ્સની સરસ્વતી વીંગમાં બે બાળકી લિફ્ટમાં ફસાઈ ગઈ હતી, કારણ કે લિફ્ટનો અંદરનો દરવાજો ખૂલી ગયો હતો અને બહારનો દરવાજો ખુલતો ન હોવાના કારણે તેઓ અટકી ગયાં હતા ઘટના સ્થળ પર પહોંચેલા સ્થાનિકો તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકોને લિફ્ટમાંથી બહાર કઢી લીધા હતા દરમિયાન લિફ્ટ મેન્ટેનન્સ કરતી એજન્સી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ બિલ્ડીંગ પાંચ વર્ષ પહેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવી હતી.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
