તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
કોલકાતાઃ શીલાબેન ભરતભાઈ રાજાનું દુઃખદ અવસાનઃ સાંજે પ્રાર્થનાસભા

રાજકોટઃ કોલકતા નિવાસી જાણીતા લોહાણા અગ્રણી શ્રી ભરતભાઈ રાજાના ધર્મ પત્ની શ્રીમતી શીલાબેન રાજા (ઉંમર ૭૯ વર્ષ)નું મંગળવાર, ૩ માર્ચ ૨૦૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સદગતના આત્માની શાંતિ અર્થે આજે ગુરુવાર, ૫ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજે ૫:૩૦ થી ૭ વાગ્યા દરમિયાન શ્રી કોલકત્તા ગુજરાતી સમાજ, ૧૪, માધવ ચેટર્જી લેન, કોલકાતા - ૭૦૦૦૨૦ ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવેલ છે.
તેમના નિધનથી રાજા પરિવારના શ્રી ભરતકુમાર વ્રજલાલ રાજા, કોકિલાબેન નરેન્દ્રભાઈ રાજા, ઉર્વી રાજા, અમીષ અને ક્રિષ્ના રાજા, તથા દર્શી અને પ્રોસેનજીત દત્તા સહિતના સ્વજનોએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. ગણાત્રા પરિવાર અને અકિલા પરિવારે બે મિનિટ મૌન પાડી સદગતને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
