તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 5th March 2026
અનૂસૂચિત જાતિ સમાજ દ્વારા ભાજપ સરકારનો ઋણ સ્વીકાર સમારોહ યોજાશે
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં આવક મર્યાદા વધારવા બદલ : ગાંધીનગરમાં ડો. કિરીટ સોલંકીની હાજરીમાં આયોજન અંગે બેઠક મળી

રાજકોટઃ તા.પ, ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ' ગાંધીનગર ખાતે પૂર્વ સાંસદશ્રી અને ગુજરાત પ્રદેશ ભાજપા અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.કિરીટભાઈ સોલંકીના અઘ્યક્ષસ્થાને પોસ્ટ-મેટ્રિક શિષ્યવળત્તિ યોજના અંતર્ગત એસ.સી./એસ.ટી. સમાજના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા અઢી લાખ થી વધારીને છ લાખ કરવા બદલ આગામી સમયમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતળત્વ હેઠળની રાજ્યની ભાજપા સરકારનો ઋણ સ્વીકાર કાર્યક્રમના આયોજન અંગે આયોજન બેઠક યોજાઈ ગઈ હતી.
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વ હેઠળની રાજ્યની ભાજપા સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સરકારના વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં એસ.સી./એસ.ટી. વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવળતિ માટે વાર્ષિક આવક મર્યાદા અઢી લાખથી વધારીને છ લાખ કરવામાં આવી છે. જેના પરિણામે ખૂબ મોટા પ્રમાણમાં આ આ યોજનાનો લાભ એસ.સી./ એસ.ટી. વિદ્યાર્થીઓને મળશે. રાજ્યની ભાજપા સરકારના આ નિર્ણયથી એસ.સી./ એસ.ટી. વર્ગના વિદ્યાર્થીઓને વ્યાપક પ્રમાણમાં લાભાન્વિત થશે.
આ ઋણ સ્વીકાર આયોજન બેઠકમાં ડો.કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપાનો અનુસૂચિત જાતિનો કાર્યકર્તા પરિપક્વ કાર્યકર્તા છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વ હેઠળની રાજ્યની ભાજપા સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં એસ.સી./એસ.ટી. વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ-મેટ્રિક શિષ્યવળત્તિ યોજના અંતર્ગત વાર્ષિક આવક મર્યાદા અઢી લાખ થી વધારીને છ લાખ કરવાનો મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે સમાજ દ્વારા ગુજરાતના મળદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતળત્વ હેઠળની ભાજપા સરકારના ઋણ સ્વીકાર કાર્યક્રમનું મોટી સંખ્યામાં ભવ્ય આયોજન ગાંધીનગર ખાતે થાય તે માટે તેઓએ કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.પોસ્ટ મેટ્રિક શિષ્યવળત્તિમાં વાર્ષિક આવક છ લાખ થવાથી વિધાર્થીઓ માટે લાભદાયી થશે અને ભાવી પેઢીને ફાયદો થશે. પોસ્ટ મેટ્રિક શિષ્યવળત્તિ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર રાજ્યોમાં લાગુ પડતી હોય છે જેની નાણાંકીય જોગવાઈઓ કેન્દ્ર સરકાર દ્વારા કરવાની થતી હોય છે પરંતુ ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ ના જનરલ બજેટમાં નાણાંકીય જોગવાઈ વહન કરેલ છે. આથી અનુસુચિત જાતિ સમાજ ઋણ અદા કરતો સમાજ છે. જેના અનુસંધાને રાજ્યની ભાજપા સરકારનો આભાર સહ ઋણ સ્વીકાર કાર્યક્રમના આયોજન માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગૌતમ ગેડિયા, પૂર્વ મંત્રી અને ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કડી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, પૂર્વ સાંસદશ્રી રાજુભાઈ પરમાર, પૂર્વ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર, ગિરીશભાઈ પરમાર, મહામંત્રીશ્રી વિક્રમભાઈ ચૌહાણ, દેવેન વર્મા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા,તેમ પ્રશાંત વાળા,પદેશ મીડિયા ઇન્ચાર્જ જણાવે છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
