News of Thursday, 5th March 2026
વડોદરામાં કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલે આપઘાત કર્યો
પ્રિયંકા પ્રજાપતિ કપુરાઇ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને તેમણે PSIની પરીક્ષા પાસ કરી હતી

વડોદરામાં કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ આજવા રોડ પર આવેલા પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ તેમણે જીવન ટૂંકાવ્યું હતું.
મૃતક 27 વર્ષીય પ્રિયંકા પ્રજાપતિ મૂળ બનાસકાંઠા જિલ્લોની વતની હોવાનું જાણવા મળ્યું છે. પ્રિયંકા પ્રજાપતિ કપુરાઇ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને તાજેતરમાં જ તેમણે PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ની પરીક્ષા પાસ કરી હોવાનું પણ સામે આવ્યું છે.
આ ઘટનાથી પોલીસ વિભાગમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. હાલ મહિલા કોન્સ્ટેબલે આપઘાત કયા કારણોસર કર્યો તે અંગે સ્પષ્ટ માહિતી મળી નથી. ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આપઘાતના કારણો અંગે તપાસ શરૂ કરી છે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
