<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

નવસારીમાં રંગોત્સવ કાર્યક્રમમાં બબાલ કરનારા 4 આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

રેઇન ડાન્સ ની મજા માણી રહેલા યુવાનો બાખડયા:ઉત્સવના ઉન્માદ વચ્ચે યુવાનો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી

નવસારીમાં રંગોત્સવમાં બબાલ કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે અને ગ્રામ્ય પોલીસે બબાલ કરનાર 4 આરોપીને પકડ્યા છે.

 

અત્રે ઉલ્લેખનિય છે કે ધૂળેટીના દિવસે નવસારીમાં રંગોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રેઇન ડાન્સ ની મજા માણી રહેલા યુવાનો બાખડયા હતા. ઉત્સવના ઉન્માદ વચ્ચે યુવાનો વચ્ચે છૂટા હાથની મારામારી

રંગોત્સવમાં મારામારીનો વીડિયો પણ વાયરલ થયો હતો જેના આધારે નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી હતી અને મારામારી કરનારા 4 આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો.

 

(7:36 PM IST)