તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 5th March 2026
બરોડા ડેરી દ્વારા સહકારી કાયદાનું ઉલ્લંઘન : રજીસ્ટ્રારે સંચાલકોને ફટકારી કારણદર્શક નોટિસ
5 લાખથી ઉપરની કોઇપણ ખરીદી ટેન્ડર મારફતે કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો: 13મી માર્ચે ગાંધીનગર હાજર રહેવા આદેશ

વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા, સહકારી કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાના કારણે, બરોડા ડેરીના સંચાલકોને સહકારી મંડળીના રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટાકરી છે.દાણ પ્લાન્ટના દૈનિક ઉત્પાદનમાં થયેલા ઘટાડા અંગેનો પણ નોટીસમાં ઉલ્લેખ કરાયો છે તેમજ રૂ. 5 લાખથી ઉપરની કોઇપણ ખરીદી ટેન્ડર મારફતે કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે. ડેરી સંઘ દ્વારા વ્યવસ્થાપક સમિતિ દ્વારા બોડેલી ખાતે સોલાર પ્લાન્ટને લઈ પણ બેદરકારી દાખવી હોવાના વિગતો અંગે પણ નોટીસમાં ઉલ્લેખ કરાયો છે. ડેરી ઉત્પાદન સંઘને આ તમામ વિષયો માટેના પુરાવાઓ સાથે સહકારી મંડળીના રજીસ્ટ્રાર સમક્ષ હાજર રહેવા આદેશ કરાયા છે.. ડેરી સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ અને રજીસ્ટ્રારને 13મી માર્ચે ગાંધીનગર હાજર રહેવા આદેશ કરાયા છે .
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
