News of Friday, 6th March 2026
રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ રેન્જના વડાઓ સહિત રાજ્યના ૩૭ આઈપીએસ અધિકારીઓની સાગમટે બદલી-બઢતી
ગુજરાતના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર : ગૃહ વિભાગે બદલીનો ગંજીફો ચિપ્યોઃ રાજકોટમાં નિર્લિપ્ત રાય, ભાવનગરમાં આર. વી. અસારી અને જૂનાગઢમાં રાજેન્દ્રસિંહ ચુડાસમાની નિમણૂક; ૩૭ અધિકારીઓને અપાયા નવા પોસ્ટિંગ ગુજરાતના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર

રાજકોટ તા.૬: ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. લાંબા સમયથી જેની અટકળો ચાલી રહી હતી તે આઈપીએસ અધિકારીઓની બદલીનો ઓર્ડર આખરે ૫ માર્ચ ૨૦૨૬ ના રોજ મોડી સાંજે જારી કરી દેવામાં આવ્યો છે. આ આદેશમાં રાજ્યના કુલ ૩૭ આઈપીએસ અધિકારીઓની બદલી તથા બઢતી સાથે નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. જેમાં રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ સહિત અનેક મહત્વના શહેરો અને રેન્જના વડાઓ બદલવામાં આવ્યા છે. અકિલાના વાચકો માટે આ તમામ ૩૭ અધિકારીઓના નવા પોસ્ટિંગની વિગતવાર માહિતી નીચે મુજબ છે
૧. શ્રી શમશેર સિઘ (૧૯૯૧): પોસ્ટિંગની પ્રતીક્ષામાં રહેલા આ અધિકારીને ડાયરેક્ટર, સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ, હોમ ગાર્ડ્સ, ગુજરાત રાજ્ય, અમદાવાદની ખાલી પડેલી જગ્યા પર નિમણૂક અપાઈ છે.
૨. શ્રી અશોક કુમાર (૨૦૦૩): રાજકોટ રેન્જના આઈજીપીથી બદલી કરીને આઈજીપી, સીઆઈડી (ઈન્ટેલિજન્સ), ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
૩. શ્રીમતી ગગનદીપ ગંભીર (૨૦૦૪): આઈજીપી (વહીવટ), ગાંધીનગરને આઈજીપી, સ્ટેટ મોનિટરિગ સેલ, ગાંધીનગરનો વધારાનો હવાલો સોંપાયો છે.
૪. શ્રી ગૌતમકુમાર એમ. પરમાર (૨૦૦૪): ભાવનગર રેન્જના આઈજીપીને બદલીને આઈજીપી, સીઆઈડી (ક્રાઈમ), ગાંધીનગર તરીકે મુકાયા છે.
૫. શ્રી રાઘવેન્દ્ર વત્સ (૨૦૦૫): સુરત શહેરના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) ની બદલી કરી આઈજીપી, અમદાવાદ રેન્જ તરીકે નિમણૂક અપાઈ છે.
૬. શ્રી નીલેશ ભીખાભાઈ જાજાડિયા (૨૦૦૬): જૂનાગઢ રેન્જના આઈજીપીની બદલી કરી જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (સેક્ટર ૨, ક્રાઈમ અને લો એન્ડ ઓર્ડર), વડોદરા શહેર તરીકે મુકાયા છે.
૭. શ્રી બિપિન શંકરરાવ અહિરે (૨૦૦૬): એસીબી, અમદાવાદના એડિશનલ ડાયરેક્ટરથી બદલી કરીને આઈજીપી, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર ખાતે નિમણૂક અપાઈ છે.
૮. શ્રી પી. એલ. માલ (૨૦૦૬): આઈજીપી કોસ્ટલ સિક્યુરિટી, અમદાવાદની બદલી કરી એડિશનલ ડાયરેક્ટર, એસીબી, અમદાવાદ ખાતે નિમણૂક કરાઈ છે.
૯. શ્રી એન. એન. ચૌધરી (૨૦૦૬): અમદાવાદ શહેરના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) ની બદલી કરીને આઈજીપી, ઈન્ટેલિજન્સ-૨, ગાંધીનગર ખાતે મુકાયા છે.
૧૦. શ્રી એ. જી. ચૌહાણ (૨૦૦૬): આઈજીપી (જેલ), અમદાવાદની બદલી કરી જોઈન્ટ સીપી (ટ્રાફિક), અમદાવાદ શહેર ખાતે મુકાયા છે.
૧૧. શ્રી આર. વી. અસારી (૨૦૦૬): પંચમહાલ-ગોધરા રેન્જના આઈજીપીની બદલી કરીને આઈજીપી, ભાવનગર રેન્જ ખાતે નિમણૂક કરાઈ છે.
૧૨. શ્રી કે. એન. ડામોર (૨૦૦૬): જોઈન્ટ સીપી સેક્ટર-૨, સુરત શહેરથી બદલી કરીને આઈજીપી, સીઆઈડી (ક્રાઈમ), ગાંધીનગર ખાતે મુકાયા છે.
૧૩. શ્રી મકરંદ ગોવિંદભાઈ ચૌહાણ (૨૦૦૭): જોઈન્ટ ડાયરેક્ટર, એસીબી, અમદાવાદને આઈજીપી કક્ષામાં બઢતી આપીને ડીઆઈજી (લો એન્ડ ઓર્ડર), ગાંધીનગર તરીકે નિમણૂક અપાઈ છે.
૧૪. શ્રીમતી પરીક્ષિતા વી. રાઠોડ (૨૦૦૭): આઈજીપી સીઆઈડી (ક્રાઈમ), ગાંધીનગરની બદલી કરી આઈજીપી, બનાસકાંઠા રેન્જ, પાલનપુર ખાતે નિમણૂક અપાઈ છે.
૧૫. સુશ્રી વિધિ ચૌધરી (૨૦૦૯): એડિશનલ સીપી (સ્પેશિયલ બ્રાન્ચ), અમદાવાદ શહેરની બદલી કરી ડીઆઈજી, પંચમહાલ-ગોધરા રેન્જ ખાતે મુકાયા છે.
૧૬. શ્રી વિશાલકુમાર બળદેવભાઈ વાઘેલા (૨૦૦૯): ડીઆઈજી (આર્મ્ડ યુનિટ્સ), ગાંધીનગરની બદલી કરી ડીઆઈજી, સ્ટેટ મોનિટરિગ સેલ, ગાંધીનગર તથા ડીઆઈજી, પોલીસ ભરતી બોર્ડનો વધારાનો હવાલો સોંપાયો છે.
૧૭. ડો. લીના પાટીલ (૨૦૧૦): એડિશનલ સીપી (ક્રાઈમ અને લો એન્ડ ઓર્ડર), વડોદરા શહેરની બદલી કરી પ્રિન્સિપાલ, ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે નિમણૂક કરાઈ છે.
૧૮. શ્રી નિર્લિપ્ત રાય (૨૦૧૦): ડીઆઈજી, સ્ટેટ મોનિટરિગ સેલની મહત્વની જવાબદારીમાંથી બદલી કરીને તેમને ડીઆઈજી, રાજકોટ રેન્જ તરીકે મુકાયા છે.
૧૯. શ્રી દીપકકુમાર વાસુદેવભાઈ મેઘાણી (૨૦૧૦): ડીઆઈજી (લો એન્ડ ઓર્ડર), ગાંધીનગરની બદલી કરી જોઈન્ટ ડાયરેક્ટર, એસીબી, અમદાવાદ ખાતે મુકાયા છે.
૨૦. શ્રી મહેન્દ્ર બગડિયા (૨૦૧૦): એડિશનલ સીપી (ક્રાઈમ, ટ્રાફિક અને એડમિન), રાજકોટ શહેરથી બદલી કરી એડિશનલ સીપી સેક્ટર-૨, સુરત શહેર ખાતે મુકાયા છે.
૨૧. શ્રી હિતેશકુમાર હંસરાજ જોયસર (૨૦૧૧): પ્રતીક્ષામાં રહેલા આ અધિકારીને ડીઆઈજી, ઈન્ટેલિજન્સ-૧, ગાંધીનગર તરીકે નિમણૂક અપાઈ છે.
૨૨. ડો. તરુણ દુગ્ગલ (૨૦૧૧): પ્રતીક્ષામાં રહેલા આ અધિકારીને એડિશનલ સીપી (એડમિન), અમદાવાદ શહેર ખાતે મુકાયા છે.
૨૩. શ્રી ચૈતન્ય રવીન્દ્ર મંડલિક (૨૦૧૧): પોસ્ટિંગની પ્રતીક્ષામાં રહેલા અધિકારીને એડિશનલ સીપી (ક્રાઈમ, ટ્રાફિક અને એડમિન), રાજકોટ શહેર તરીકે નિમણૂક અપાઈ છે.
૨૪. સુશ્રી સરોજ કુમારી (૨૦૧૧): પ્રતીક્ષામાં રહેલા અધિકારીને ડીઆઈજી (જેલ), વડોદરા ખાતે મુકાયા છે.
૨૫. શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા (૨૦૧૧): પોસ્ટિંગની પ્રતીક્ષામાં રહેલા અધિકારીને ડીઆઈજી, જૂનાગઢ રેન્જ તરીકે નિમણૂક અપાઈ છે. સાથે પ્રિન્સિપાલ પોલીસ ટ્રેનિગ કોલેજ, જૂનાગઢ અને એસઆરપી ટ્રેનિગ સેન્ટર, ચોકીનો વધારાનો હવાલો અપાયો છે.
૨૬. શ્રી આર. પી. બારોટ (૨૦૧૧): પ્રતીક્ષામાં રહેલા અધિકારીને ડીઆઈજી (જેલ), અમદાવાદ ખાતે મુકાયા છે.
૨૭. ડો. જી. એ. પંડ્યા (૨૦૧૧): પ્રતીક્ષામાં રહેલા અધિકારીને ડીઆઈજી (જેલ), રાજકોટ તરીકે નિમણૂક અપાઈ છે.
૨૮. શ્રી આર. ટી. સુસરા (૨૦૧૧): પ્રતીક્ષામાં રહેલા અધિકારીને એડિશનલ સીપી (સ્પેશિયલ બ્રાન્ચ), અમદાવાદ શહેર ખાતે મુકાયા છે.
૨૯. સુશ્રી સુધા એસ. પાંડેય (૨૦૧૧): પ્રતીક્ષામાં રહેલા અધિકારીને ડીઆઈજી (આર્મ્ડ યુનિટ્સ), વડોદરા ખાતે નિમણૂક અપાઈ છે.
૩૦. શ્રીમતી સુજાતા મઝમુદાર (૨૦૧૧): પ્રતીક્ષામાં રહેલા અધિકારીને ડીઆઈજી (આર્મ્ડ યુનિટ્સ), ગાંધીનગર ખાતે મુકાયા છે.
૩૧. ડો. સુધીરકુમાર જે. દેસાઈ (૨૦૧૨): ડીઆઈજી (ઈન્ટેલિજન્સ), ગાંધીનગરની બદલી કરી એડિશનલ સીપી (સેક્ટર ૧ અને ટ્રાફિક), વડોદરા શહેર ખાતે મુકાયા છે.
૩૨. શ્રી બલરામ મીણા (૨૦૧૨): રાજ્યપાલના એડીસીથી બદલી કરી એડિશનલ સીપી સેક્ટર-૧, સુરત શહેર ખાતે મુકાયા છે.
૩૩. ડો. કરણરાજ વાઘેલા (૨૦૧૨): એડિશનલ સીપી (ઈકોનોમિક વિગ) સુરત શહેરથી બદલી કરી એડિશનલ સીપી (ક્રાઈમ), સુરત શહેર ખાતે નિમણૂક અપાઈ છે.
૩૪. શ્રી એસ. વી. પરમાર (૨૦૧૨): ડીઆઈજી એસઆરપીએફ ગ્રુપ-૧૫ મહેસાણાથી બદલી કરી એડિશનલ સીપી (ટ્રાફિક), સુરત શહેર ખાતે મુકાયા છે.
૩૫. શ્રી એ. એમ. મુનિયા (૨૦૧૨): ડીઆઈજી એસઆરપીએફ ગ્રુપ-૫ ગોધરાથી બદલી કરી ડીઆઈજી કોસ્ટલ સિક્યુરિટી, અમદાવાદ ખાતે મુકાયા છે, સાથે ડીઆઈજી કોસ્ટલ સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ, ગાંધીનગરનો વધારાનો હવાલો સોંપાયો છે.
૩૬. શ્રી મયુર ગુલાબરાવ પાટીલ (૨૦૧૪): પ્રતીક્ષામાં રહેલા અધિકારીને ડીસીપી ઝોન-૮, અમદાવાદ શહેર ખાતે મુકાયા છે.
૩૭. શ્રી વાબાંગ જમીર (૧૯૯૯): સ્પેશિયલ સીપી સેક્ટર-૧, સુરત શહેરથી બદલી કરી આગળના આદેશ સુધી પોસ્ટિંગની પ્રતીક્ષામાં (વેઇટિગમાં) રાખવામાં આવ્યા છે.
ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી ફરજ સંભાળવા આદેશ કરાયો છે. આ ફેરફારોથી રાજ્યની પોલીસ વ્યવસ્થામાં નવો પ્રાણ ફૂંકાશે તેવી શક્યતા જોવાઈ રહી છે.
ક્રમ અધિકારીનું નામ અને બેચ વર્તમાન હોદ્દો / સ્થિતિ નવી નિમણૂકનો હોદ્દો
૧ શમશેર સિંઘ (૧૯૯૧) વેઇટિંગ ફોર પોસ્ટિંગ ડાયરેક્ટર, સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ, હોમ ગાર્ડ્સ, અમદાવાદ
૨ અશોક કુમાર (૨૦૦૩) IGP, રાજકોટ રેન્જ IGP, CID (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર
૩ ગગનદીપ ગંભીર (૨૦૦૪) IGP (એડમિનિસ્ટ્રેશન), ગાંધીનગર IGP, સ્ટેટ મોનિટરિગ સેલ (SMC) નો વધારાનો હવાલો
૪ ગૌતમકુમાર એમ. પરમાર (૨૦૦૪) IGP, ભાવનગર રેન્જ IGP, CID (ક્રાઈમ), ગાંધીનગર
૫ રાઘવેન્દ્ર વત્સ (૨૦૦૫) JCP (ક્રાઈમ), સુરત શહેર IGP, અમદાવાદ રેન્જ
૬ નિલેશ ભીખાભાઈ જાજાડિયા (૨૦૦૬) IGP, જૂનાગઢ રેન્જ JCP (સેક્ટર-૨, ક્રાઈમ અને લો એન્ડ ઓર્ડર), વડોદરા
૭ બિપિન શંકરરાવ આહિરે (૨૦૦૬) એડિશનલ ડાયરેક્ટર, ACB, અમદાવાદ IGP, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર
૮ પી. એલ. માલ (૨૦૦૬) IGP, કોસ્ટલ સિક્યુરિટી, અમદાવાદ એડિશનલ ડાયરેક્ટર, ACB, અમદાવાદ
૯ એન. એન. ચૌધરી (૨૦૦૬) JCP (ટ્રાફિક), અમદાવાદ શહેર IGP, ઇન્ટેલિજન્સ-૨, ગાંધીનગર
૧૦ એ. જી. ચૌહાણ (૨૦૦૬) IGP (જેલ), અમદાવાદ JCP (ટ્રાફિક), અમદાવાદ શહેર
૧૧ આર. વી. અસારી (૨૦૦૬) IGP, પંચમહાલ-ગોધરા રેન્જ IGP, ભાવનગર રેન્જ
૧૨ કે. એન. ડામોર (૨૦૦૬) JCP (સેક્ટર-૨), સુરત શહેર IGP, CID (ક્રાઈમ), ગાંધીનગર
૧૩ મકરંદ ગોવિદભાઈ ચૌહાણ (૨૦૦૭) જોઈન્ટ ડાયરેક્ટર, ACB, અમદાવાદ DIGP (લો એન્ડ ઓર્ડર), ગાંધીનગર
૧૪ પરીક્ષિતા વી. રાઠોડ (૨૦૦૭) IGP, CID (ક્રાઈમ), ગાંધીનગર IGP, બનાસકાંઠા રેન્જ, પાલનપુર
૧૫ વિધિ ચૌધરી (૨૦૦૯) એડિશનલ સીપી (સ્પેશિયલ બ્રાન્ચ), અમદાવાદ DIGP, પંચમહાલ-ગોધરા રેન્જ, ગોધરા
૧૬ વિશાલકુમાર બી. વાઘેલા (૨૦૦૯) DIGP (આર્મડ યુનિટ્સ), ગાંધીનગર DIGP, સ્ટેટ મોનિટરિગ સેલ (SMC), ગાંધીનગર
૧૭ લીના પાટીલ (૨૦૧૦) એડિશનલ સીપી (ક્રાઈમ અને લો એન્ડ ઓર્ડર), વડોદરા પ્રિન્સિપાલ, ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈ (DIGP ગ્રેડ)
૧૮ નિર્લિપ્ત રાય (૨૦૧૦) DIGP, સ્ટેટ મોનિટરિગ સેલ (SMC), ગાંધીનગર DIGP, રાજકોટ રેન્જ
૧૯ દીપકકુમાર વી. મેઘાણી (૨૦૧૦) DIGP (લો એન્ડ ઓર્ડર), ગાંધીનગર જોઈન્ટ ડાયરેક્ટર, ACB, અમદાવાદ
૨૦ મહેન્દ્ર બગડિયા (૨૦૧૦) એડિશનલ સીપી (ક્રાઈમ, ટ્રાફિક અને એડમિન), રાજકોટ એડિશનલ સીપી, સેક્ટર-૨, સુરત શહેર
૨૧ હિતેશકુમાર એચ. જોયસર (૨૦૧૧) વેઇટિંગ ફોર પોસ્ટિંગ DIGP, ઇન્ટેલિજન્સ-૧, ગાંધીનગર
૨૨ તરુણ દુગ્ગલ (૨૦૧૧) વેઇટિંગ ફોર પોસ્ટિંગ એડિશનલ સીપી (એડમિનિસ્ટ્રેશન), અમદાવાદ શહેર
૨૩ ચૈતન્ય રવિન્દ્ર માંડલિક (૨૦૧૧) વેઇટિગ ફોર પોસ્ટિંગ એડિશનલ સીપી (ક્રાઈમ, ટ્રાફિક અને એડમિન), રાજકોટ
૨૪ સરોજ કુમારી (૨૦૧૧) વેઇટિંગ ફોર પોસ્ટિંગ DIGP (જેલ), વડોદરા
૨૫ રાજેન્દ્રસિહ ચુડાસમા (૨૦૧૧) વેઇટિંગ ફોર પોસ્ટિંગ DIGP , જૂનાગઢ રેન્જ
૨૬ આર. પી. બારોટ (૨૦૧૧) વેઇટિંગ ફોર પોસ્ટિંગ DIGP (જેલ), અમદાવાદ
૨૭ જી. એ. પંડ્યા (૨૦૧૧) વેઇટિંગ ફોર પોસ્ટિંગ DIGP (જેલ), રાજકોટ
૨૮ આર. ટી. સુસરા (૨૦૧૧) વેઇટિંગ ફોર પોસ્ટિંગ એડિશનલ સીપી (સ્પેશિયલ બ્રાન્ચ), અમદાવાદ શહેર
૨૯ સુધા એસ. પાંડે (૨૦૧૧) વેઇટિંગ ફોર પોસ્ટિંગ DIGP (આર્મડ યુનિટ્સ), વડોદરા
૩૦ સુજાતા મઝમુદાર (૨૦૧૧) વેઇટિંગ ફોર પોસ્ટિંગ DIGP (આર્મડ યુનિટ્સ), ગાંધીનગર
૩૧ સુધીરકુમાર જે. દેસાઈ (૨૦૧૨) DIGP (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર એડિશનલ સીપી (સેક્ટર ૧ અને ટ્રાફિક), વડોદરા
૩૨ બલરામ મીના (૨૦૧૨) ADC ટુ માનનીય રાજ્યપાલ, ગાંધીનગર એડિશનલ સીપી, સેક્ટર-૧, સુરત શહેર
૩૩ કરણરાજ વાઘેલા (૨૦૧૨) એડિશનલ સીપી (ઇકોનોમિક વિગ), સુરત શહેર એડિશનલ સીપી (ક્રાઈમ), સુરત શહેર
૩૪ એસ. વી. પરમાર (૨૦૧૨) DIGP, SRPF ગ્રુપ-૧૫, ઓએનજીસી, મહેસાણા એડિશનલ સીપી (ટ્રાફિક), સુરત શહેર
૩૫ એ. એમ. મુનિયા (૨૦૧૨) DIGP, SRPF ગ્રુપ-૫, ગોધરા DIGP , કોસ્ટલ સિક્યુરિટી, અમદાવાદ
૩૬ મયુર ગુલાબરાવ પાટીલ (૨૦૧૪) વેઇટિંગ ફોર પોસ્ટિંગ ડીસીપી, ઝોન-૮, અમદાવાદ શહેર
૩૭ વાબાંગ જામીર (૧૯૯૯) સ્પેશિયલ સીપી, સેક્ટર-૧, સુરત શહેર વેઇટિંગ ફોર પોસ્ટિંગ
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
