તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Friday, 6th March 2026
ઈડરમાં હડકાયું કૂતરું કરડતાં ભેંસને હડકવા ઉપડયોઃ દૂધ પીનારા ૨૦થી વધુ લોકો સિવિલ દોડયા
હડકાયા શ્વાને ભેસને બચકુ ભર્યુ હતું જેને લઇ ભેસનું મોત નીપજતા ગામલોકોમાં ભય ફેલાયો

ઈડર તા.૬: સાબરકાંઠા જિલ્લાના ઈડર પંથકમાં હડકાયા શ્વાને ભેસને બચકુ ભર્યુ હતું જેને લઇ ભેસનું મોત નીપજતા ગામલોકોમાં ભય ફેલાયો છે. શ્વાન કરડ્યા પછી ભેંસને હડકવા થયો હતો અને આ ભેસનું દૂધ પીનારા ૨૦થી વધુ લોકો સારવાર માટે હોસ્પિટલ દોડી ગયા હતા.
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લાલોડા ગામમાં તાજેતરમાં એક શ્વાન હડકાયુ થયું હતું. આ શ્વાન પહેલા તો દોડાદોડ કરતુ હતુ અને એક ભેસને ટાર્ગેટ કરી બચકુ ભરી લીધુ હતું. એકાદ સપ્તાહ બાદ ભેસમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા અને ભેસનું મોત નીપજ્યુ હતું. આ ભેસનું મોત થતા પશુપાલક ચોકી ગયા હતા અને આનું દૂધ તેમણે તેમ જ આસપાસના લોકોએ પણ વાપર્યુ હતું જેને લઇ ફફડાટ ફેલાયો હતો.
હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યા બાદ ભેંસનું મોત થતા ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે. શ્વાન કરડ્યા બાદ જે ભેંસને હડકવા થયો હતો તેનું દૂધ પીનારા લોકોને હડકવા લાગવાની બીકે તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં ૨૦ થી વધુ લોકોએ હડકવા વિરોધી ઇન્જેક્શન લીધા છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
