News of Friday, 6th March 2026
મહેસાણામાં મોઢેરા રોડ પર ચાલતી આઈકોનિક રોડની કામગીરી હવે વિવાદના ઘેરામાં: હાઇકોર્ટમાં PIL દાખલ
સ્થાનિકોએ માંગ કરી છે કે યોગ્ય રીતે તમામ દબાણ દૂર કરીને રસ્તાને સમાન રીતે પહોળો કરવામાં આવે

મહેસાણામાં મોઢેરા રોડ પર ચાલી રહેલી આઈકોનિક રોડની કામગીરી હવે વિવાદના ઘેરામાં આવી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે દબાણ હટાવવાની કામગીરીમાં ભેદભાવ રાખવામાં આવ્યો છે, જેના કારણે રોડનો એક ભાગ વધુ પહોળો અને બીજો ભાગ સાંકડો રહી ગયો છે. સ્થાનિકોએ માંગ કરી છે કે યોગ્ય રીતે તમામ દબાણ દૂર કરીને રસ્તાને સમાન રીતે પહોળો કરવામાં આવે જેથી લોકોને અવરજવર કરવામાં સરળતા રહે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
