<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

ટ્રીબ્‍યુનલ અધ્‍યક્ષની ખાલી પડેલ જગ્‍યા ભરવા મુખ્‍યમંત્રીને રજૂઆત

રાજકોટ, તા.૬: જનહીત રજુઆત મંચના અધ્‍યક્ષ મહેશકુમાર હરજીવનભાઈ દવેએ રાજયના મુખ્‍યમંત્રીશ્રીને રજુઆત કરી જણાવ્‍યું છે કે ગુજરાત રાજયના મુલ્‍કી સેવા ટ્રિબ્‍યુનલ ગાંધીનગર ખાતેના ટ્રિબ્‍યુનલના અધ્‍યક્ષની મુદત ઘણાં સમય પહેલા પુરી થઇ ગઈ છે તેમ છતાંય અધ્‍યક્ષની નિમણુંક સરકાર દ્વારા નહીં કરાતા સેંકડો સરકારી કર્મચારીઓના કેસોનો અત્‍યંત ભરાવો થયો છે.

આથી ટ્રિબ્‍યુનલના કેસોનો ઝડપી નિકાલ થાય તે માટે ટ્રિબ્‍યુનલના અધ્‍યક્ષની નિમણુંક સરકાર વહેલી તકે કરે તો સરકારી કર્મચારીઓના પડતર કેસોનો નિકાલ ત્‍વરિત થઈ શકે છે તેમ અંતમા મહેશકુમાર હરજીવનભાઈ દવેએ જણાવ્‍યું છે.

(2:47 PM IST)