<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

રાજકોટ, જુનાગઢ, ભાવનગર સહિત વિવિધ શહેરના ૨૩૪૮ વડીલોની આંખો ધૂળેટીએ હર્ષના આંસુથી ઉભરાઈ

સૌરાષ્‍ટ્ર, ગુજરાતમાં એકલા રહેતા સિનિયર સીરીઝનોના આનંદ ઉત્‍સાહના તહેવારોમાં એકલતાની વેદના નહિ, મુખ્‍ય પોલીસ વડા ડો. કે. એલ એન રાવ અને એડિશનલ ડીજીપી અજય ચૌધરીના માનવીય અભિગમે નવા રંગ ભર્યા : રાજ્‍ય પોલીસની શી ટીમ એકલા રહેતા વડીલોની મુલાકાત લીધી, તેમની સાથે સમય ગાળ્‍યો, તિલક કરી ધૂળેટીની પરંપરા નિભાવી , આ હૂંફથી વડીલોને જીવન સાર્થક થવાનો અહેસાસ વ્‍યકત કરી શી ટીમ અને બન્ને સિનિયર IPS પર આશીર્વાદ વરસાવ્‍યા

રાજકોટ તા.૬, ધૂળેટી તહેવાર ઉમંગ,ઉત્‍સાહ અને આનંદનો તહેવાર છે, પરંતુ જે વળદ્ધ વડીલો અર્થાત સિનિયર સીટીઝનો જેઓને પુત્ર અને પુત્રવધૂ દ્વારા તરછોડાયેલ છે, કોઈના સંતાનો વિદેશ રહે છે તેમાં મોટાભાગના વડીલોના જીવનમાંથી હર્ષ, ઉમંગ ઊડી ગયા છે, આવા વડીલોને હુંફ આપી તેમની એકલતા દૂર કરી તેમને ધૂળેટીએ  તેમના જીવનમાં પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે રંગ ભરવા જરૂરી હોવાની લાગણી રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા ડો. કે. એલ. એન.રાવ કે જેઓ CId વડા તરીકેનો ચાર્જ સંભાળે છે તેમને ધૂળેટી તહેવારો પહેલા ગુજરાતના સીઆઇડી વિભાગના વુમન સેલ જેવું સંવેદનશીલ વિભાગ સંભાળતા એડિશનલ ડીજીપી અજય ચૌધરી બન્નેની ચર્ચા દરમિયાન બન્નેને એક સાથે વિચાર સ્‍ફૂર્યો. 

ખાખી અર્થાત્‌ પોલીસ તંત્ર વિશે લોકોના શું અભિપ્રાય મોટા ભાગે છે, તે કહેવાની ભાગ્‍યેંજ જરૂર છે, પણ આ વિભાગમાં પણ માનવતાવાદી, ઈશ્વરને ખરા અર્થમાં માની તેનું આચરણ કરનાર અધિકારીઓ પૈકીના હોવાથી અને રાજ્‍યના નાયબ મુખ્‍ય મંત્રી હર્ષભાઈ સંઘવી પણ આવા પ્રકારના વિચાર ધરાવે છે.  રાજ્‍ય પોલીસ તંત્રની C ટીમોને ધૂળેટીમાં આવા સિનિયર વડીલોને ઘેર પોહચી તેમની મુલાકાત લેવા સાથે લાગણીના સેતુ બાંધવા અને તેમની એકલતા દૂર કરી, ધૂળેટી જેવા આનંદના તહેવારે તેમની આંખના આંશુ નહીં આવવા દેવા હર્ષથી ચેહરા ખીલે તેવું કરવા જણાવતા ખૂબ મોટી અસર થયેલ છે.

રાજકોટ ,જૂનાગઢ, ભાવ નગર, બોટાદ ,ભાવનગર સહિત ગુજરાતમાં કુલ ૨૩૪૮ જગ્‍યા પર મુલાકાત લીધેલ હોવાનું એડિશનલ ડીજીપી અજય ચૌધરીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

શહેર જીલ્લાનું નામ શી-ટીમ દ્વારા હોળી ધુળેટીના તહેવાર                            નિમિતે સીનીયર સીટીઝનની લીધેલ મુલાકાત

 રાજકોટ સીટી                       રપ૦

 સુરત સીટી                         ૧પ૭

 કચ્‍છ-ભૂજ                  ૩ર૬

 જુનાગઢ                    ર૦૦

 બોટાદ                     ૭ર

 ભાવનગર                  ૧૬૯

 છોટા ઉદેપુર                        ૧૪૪

 મોરબી                     ૧૪૪

 પાટણ                              ૧૩૯

 પ.રે. અમદાવાદ                    ૮૪

અમદાવાદ રૂરલ                     ર૮૩

 ખેડા નડીયાદ                       રર૩

 ટોટલ                         ર૩૪૮

 

(3:30 PM IST)