<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે GUJCOST દ્વારા “Let’s Talk IP” નો ત્રીજો સત્ર યોજાશે

“She Inspires: Women & IP” દ્વારા નવપ્રવર્તકોને પ્રેરણા | 5,000 થી વધુ સહભાગીઓ જોડાશે

અમદાવાદ :ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા National Intellectual Property Awareness Mission (NIPAM) ના સહયોગથી તેની માસિક પહેલ “Let’s Talk IP – IPR Awareness for Viksit Bharat” અંતર્ગત ત્રીજા સત્રનું આયોજન 8 માર્ચ 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કરવામાં આવ્યું છે.

“She Inspires: Women & IP” વિષય પર આધારિત આ સત્ર શારદા કેમ્પસ, પેથાપુર, ગાંધીનગર ખાતે બપોરે 2:30 થી 4:30 વાગ્યા સુધી હાઇબ્રિડ મોડ (ઓફલાઇન અને ઓનલાઈન) દ્વારા યોજાશે. આ કાર્યક્રમમાં 5,000 થી વધુ વિદ્યાર્થીઓ, નવપ્રવર્તકો, સંશોધકો, સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ અને ફેકલ્ટી સભ્યો ઓનલાઈન તથા ઓફલાઇન જોડાશે તેવી અપેક્ષા છે.

IP Talk Series નું આ વિશેષ સત્ર નવીનતા, બૌદ્ધિક સંપત્તિ સર્જન અને ટેકનોલોજી આધારિત ઉદ્યોગસાહસિકતામાં મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાનને ઉજાગર કરવા તેમજ યુવા નવપ્રવર્તકો અને વિદ્યાર્થીઓને બૌદ્ધિક સંપત્તિ પ્રણાલીમાં સક્રિય રીતે જોડાવા માટે પ્રેરિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે.

કાર્યક્રમમાં ડૉ. ડી. ઉષા રાવ, ડેપ્યુટી કન્ટ્રોલર ઓફ પેટન્ટ્સ એન્ડ ડિઝાઇન્સ, Office of the Controller General of Patents, Designs and Trade Marks (CGPDTM), નવી દિલ્હી દ્વારા વર્ચ્યુઅલ વિશેષ સંબોધન આપવામાં આવશે. ઉપરાંત શ્રીમતી સત્ય શ્રીદેવી પોગારુ, વાયસ-પ્રેસિડેન્ટ, Lexpert Consilium LLP તથા IP પ્રોફેશનલ અને પેટન્ટ એટર્ની, અને ડૉ. રીના ગોકાણી, ડિરેક્ટર અને ચીફ સાયન્ટિફિક ઓફિસર, Accuprec Research Labs Pvt. Ltd., દ્વારા નિષ્ણાત વ્યાખ્યાનો આપવામાં આવશે. કાર્યક્રમ ડૉ. નરોત્તમ સાહુ, એડવાઇઝર અને મેમ્બર સેક્રેટરી, GUJCOST ની ગૌરવપૂર્ણ હાજરીમાં યોજાશે.

કાર્યક્રમમાં હાજરી આપનાર તમામ ભાગીદારોને National Intellectual Property Awareness Mission (NIPAM) અંતર્ગત IP Office દ્વારા ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે.

આ પહેલ દ્વારા યુવા પેઢી, સંશોધકો અને શૈક્ષણિક સંસ્થાઓમાં બૌદ્ધિક સંપત્તિ અંગે જાગૃતિ વધુ મજબૂત બનાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેથી તેઓ જવાબદારીપૂર્વક નવીનતા સર્જે અને પોતાની બૌદ્ધિક સંપત્તિનું સંરક્ષણ કરીને વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા દ્વારા વિકસિત ભારતના વિઝનને આગળ વધારી શકે.

(7:02 PM IST)