તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th March 2026
અમદાવાદમાં આંગણવાડીમાં કામ કરતા મહિલા કર્મચારીના દીકરાએ UPSC ક્લિયર કરી
દીકરાની સફળતા બાદ પરિવાર ભાવુક થયો: મકરબા આંગણવાડીમાં કામ કરતા રેખાબેન ચૌહાણના દીકરાએ UPSC ક્લિયર કરી પરિવારને ગર્વ અપાવ્યું

અમદાવાદ : અમદાવાદમાં આંગણવાડીમાં કામ કરતા કર્મચારીના દીકરાએ UPSC ક્લિયર કરી છે. દીકરાની સફળતા બાદ પરિવાર ભાવુક થયો હતો. મકરબા આંગણવાડીમાં કામ કરતા રેખાબેન ચૌહાણના દીકરાએ UPSC ક્લિયર કરી પરિવારને ગર્વ અપાવ્યું છે. જૈનેશ ચૌહાણે UPSC માં 589 મો ક્રમાંક મેળવ્યો છે. આંગણવાડીમાં કામ કરતા રેખાબેનનું સપનું હતું કે, તેમનો દીકરો પણ અધિકારી બને. જૈનેશે પાંચમા પ્રયત્ન પર UPSC માં સફળતા મેળવી છે. દરેક નિષ્ફળતાને પરિવારે સેલિબ્રેટ કરી હિંમત આપી કે તું કરી શકીશ.
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
