હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચાર જ માસમાં જીએસટી રજીસ્ટ્રેશન કરનારાઓની સંખ્યા ૫૭૦૦૦ વધી
ઝડપથી જીએસટી નંબર મળવાના કારણે લેનારાઓની સંખ્યામાં પણ વધારો : ગુજરાતમાં GST રજીસ્ટર કરદાતાઓની સંખ્યા ૧૩૮૨૩૪૨ પર પહોંચી

અમદાવાદ તા.૭: જીએસટીનો વધતો વ્યાપની સાથે વેપારીઓને ઝડપથી નંબર આપવા માટેની કરવામાં આવેલી વ્યવસ્થાના ભાગરુપે જીએસટી નંબર શૈનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેના પરીણામે છેલ્લા ચાર જ મહિનામાં ગુજરાતમાં નવા ૫૭ હજાર જીએસટી નંબર લેવામાં આવ્યા છે. તેના પરથી એવું પણ તારણ નીકળે છે કે વેપાર કરનારાઓની સંખ્યામાં પણ ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે.
જીએસટી નંબર સેવા માટે વેપારીઓએ પહેલા ઈન્સપેક્ટર રાજનો અનુભવ થતો હતો. કેટલાક કિસ્સાઓમાં તો અધિકારીઓને ટેબલ નીચેનો વ્યવહાર આપવામાં નહીં આવે ત્યાં સુધી જીએસટી નંબર જ આપવામાં આવતો નહોતો. આ અંગે લેખિતમાં પણ ફરીયાદ કેન્દ્રીય નાણાંમંત્રીને કરવામાં આવી હતી. ત્યાર બાદ જીએસટી કાઉન્સીલની બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યા કે જે વેપારીએ મહિનામાં વધુમાં વધુ ટેક્સની ૨કમ ૨.૫૦ લાખ કરતા ઓછી ભરવામાં આવતી હોય તેવા વેપારીઓને સાત દિવસમાં જીએસટી નંબર આપી દેવામાં આવશે. આ કારણોસર જીએસટી નંબર લેનારાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ કેટલાક કિસ્સામાં તો વેપારી દ્વારા જીએસટી નંબર લેવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યાના ત્રણ જ કલાકમાં નવો જીએસટી નંબર ફાળવી દેવામાં આવતો હોય છે. વેપારીઓને ગંગટ વિના જીએસટી નંબર મળવાની શરુઆત થવાની સાથે વેપાર કરનારાઓની સંખ્યામાં પણ વધારો થવાના લીધે ગુજરાતમાં છેલ્લા ચાર જ મહિનામાં જીએસટી નંબર લેનારાઓની સંખ્યામાં સીધો ૫૭ હજારનો વધારો થવો છે. જીએસટી પોર્ટલના ડેટા અનુસાર, ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ વચ્ચે રાજ્યમાં ૫૭,૦૧૮ નવા GST રજિસ્ટ્રેશન ઉમેરાવા છે. જેનાથી કુલ કરદાતાઓની સંખ્યા ૧૩,૨૫,૩૨૪ થી વધીને ૧૩,૮૨,૩૪૧ થઈ ગઈ છે.
દેશમાં જીએસટી રજીસ્ટર કરદાતાઓની સંખ્યા ૧.૬૧ કરોડને પાર
ગુજરાતની સાથે સાથે દેશમાં પણ નવા નિયમને કારણે જીએસટી નબર ઘેનારાઓની સંખ્યામાં વધારો થયો છે. નવેમ્બરથી અત્યાર સુધીમાં ૫ લાખથી વધુનો વધારો થયો છે. ભારતમાં કુલ જીએસટી રજિસ્ટ્રેશન ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ ૧:૫૬ કરોડ હતું જે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં ૧.૬૧ કરોડને વટાવી ગયું છે. જોકે પહેલા ઓનલાઇન વેપાર કરનારાઓ જીએસટી નંબર લેતા નહોતો. પરંતુ સરકાર દ્વારા નવો નિયમ લાગું કરવામાં આવ્યો હોવાના કારણે ઓનલાઇન વેપાર કરનારાઓએ પણ ફરજીયાત જીએસટી નંબર લેવાનો નિયમ બનાવ્યો હોવાના કારણે કરદાતાઓની સંખ્યાામાં વધારો થઇ રહ્યો છે.
વધારો થવા પાછળના મુખ્ય કારણો
નિષ્ણાતો આ વૃદ્ધિ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયાને સરળ બનાવવા માટે લેવામાં આવેલા નીતિગત અને તકનીકી પગલાને જવાબદાર માને છે. ગયા વર્ષે રજૂ કરવામાં આવેલી સરળ સિસ્ટમ હેઠળ અરજદારો ન્યૂનતમ દસ્તાવેજો સાથે એસએમએસ આધારિત વેરિફિકેશન દ્વારા માત્ર ત્રણ કામકાજના દિવસોમાં પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
નવેમ્બર ૨૦૨૫ માં નાના અને ઓછા જોખમ ધરાવતા વ્યવસાયો માટે રજિસ્ટેશન મર્યાદા ઘટાડીને ૨૫ લાખ કરવામાં આવી હતી. આ પગલાથી મોટી સંખ્યામાં નાના અને મધ્યમ ઉદ્યોગો ઔપચારિક ટેક્સ સિસ્ટમમાં જોડાવા માટે પ્રોત્સાહિત થયા છે.
ઈ-ઈનવોઈસિગ અને ઈ-વે બિલના એકીકરણને કારણે વહીવટી પ્રક્રિયાનો સરળ બની છે અને વ્યવસાયો પર પાલનનો બોજ ઘટ્યો છે.
વધતી જતી આયાત પ્રવૃત્તિ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સપ્લાયર્સની વધતી ભાગીદારી પણ એક મહત્વનું પરિબળ છે. કારણ કે ઓનલાઈન વેપાર કરનારાઓ માટે જીએસટી રજિસ્ટ્રેશન ફરજિયાત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
