<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

સોમવારે રાજકોટના એડિશનલ પોલીસ કમિશનર ક્રાઈમ ચૈતન્‍ય માંડલિક ચાર્જ સંભાળશે...

બાળકી પરના દુષ્‍કર્મના આરોપીને શોધી રૂહ કાપે તેવી સજા કરાવનાર આ IPS દ્વારા અમદાવાદની મોટી આગ સામાન્‍ય નહિ, પાકિસ્‍તાની કનેક્‍શન હોવાનું શોધી કાઢતા આખા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સૌરાષ્‍ટ્રના અન્‍ય શહેરો માફક એક સમયના પાટનગરને પણ ટાર્ગેટ બનાવે તેવા અહેવાલ આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચનો વિશાળ અનુભવ ધરાવતા આ અધિકારીની હાલની ક્રાઇમ બ્રાંચની મજબૂત ટીમ વધુ મજબૂત બને તે માટે ખાસ પસંદગી કરી છે...

રાજકોટ, તા.૭: ગુજરાત પોલીસ  તંત્રના  ૩૬ જેટલા સિનિયર IPS અને જેમાં ગુજરાતના ઇતિહાસમાં સહુ પ્રથમ વખત ૧ ડઝન જેટલા ડીઆઈજી લેવલના ખૂબ લાંબા સમયથી પોસ્‍ટિંગ વગરના અધિકારીઓને આખરે પોસ્‍ટિંગ આપતા હુકમો કર્યા છે.  આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડ્રગ્‍સ, હથીયાર, દારૂની હેરફેર, કાયદો વ્‍યવસ્‍થાના પ્રશ્‍નોની ચૂટણીમાં ઉઠાવવા આખી નોંધપોથી તૈયાર કરવાના અહેવાલ પગલે ગાંધીનગરે ડેમેજ કંટ્રોલ અત્‍યારથી જ શરૂ કરેલ છે.          

રાજકોટ રેન્‍જ હેઠળના વિવિધ જિલ્લાઓ બાબતે કેટલાક પ્રશ્‍નો ઉઠાવી ચોક્કસ સમુદાય પર અસર પાડે તેવી ભીતિ ધ્‍યાને રાખી રાજકોટ રેન્‍જ સ્‍વચ્‍છ છબી સાથે કડક હાથે કામ લેવા ટેવાયેલ શ્રી નિર્લિપ્ત રાયને હવાલો સુપ્રત કરી દેતા, સરકારે ધાર્યા હતા તેવા જ પ્રત્‍યાઘાત આવ્‍યા છે.             

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાના કુશળ નેતળત્‍વમાં રાજકોટ ઇતિહાસના સહુથી મોટું જંગલેશ્વર ડિમિલેશન ખૂબ શાંતિથી પાર પડતા સૌરાષ્‍ટ્રના પાટનગર જેવા રાજકોટ શહેર માટે પણ ગાંધીનગર જે ઇચ્‍છતી હતી એ પ્રકારનો મેસેજ પોહચી વહેતો થયો છે. વિવિધ ગેંગો સામે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા ટીમ પણ કાયદો વ્‍યવસ્‍થા પ્રશ્‍ને સક્રિય હોવાનો મેસેજ આપી રહી છે.             

રાજ્‍ય સરકાર રાજકોટનું મહત્‍વ સમજી તેને અલગ પરિપેક્ષમાં જોતી હોવાથી કેટલાક અનુભવીઓના મંતવ્‍ય ધ્‍યાને રાખી રાજકોટમાં એડિશનલ પોલીસ કમિશનર ક્રાઈમ અને ટ્રાફિકમાં કોઈ સક્ષમ આવે તો હાલની ટીમ વધુ મજબૂત બન્ને તે કેન્‍દ્રમાં રાખી અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચનો બહોળો અનુભવ ધરાવતા અને અનેક અટપટા ગુન્‍હાઓના ભેદ ઉકેલનાર ચૈતન્‍ય માંડલિક જેવા સારા અને નરસા માણસોને ઓળખવાની શકિત ધરાવતા ચૈતન્‍ય માંડલિક પર પસંદગી ઉતારી છે. આ સિનિયર IPS વિવિધ જિલ્લાઓમાં ખૂબ કડકાઈથી કામ લીધેલ હતું. સોમવારે આ અધિકારી ચાર્જ સંભાળનાર હોવાનું સૂત્રો જણાવે છે.

મૂળ મહારાષ્‍ટ્રના બી.ટેક જેવી ડિગ્રી  અને  સોફ્‌ટવેર એન્‍જિનિયરીંગનો અનુભવ ધરાવતા આ ત્‍ભ્‍લ્‍ રાજ્‍યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠાના કાર્યકાળ દરમિયાન બાળકી સાથે દુષ્‍કર્મના આરોપીને શોધી આવા ગુન્‍હા કરતા રૂહ કાંપી ઉઠે તેવી સજા કરાવેલ, અમદાવાદમાં રેવડી બજારમાં લાગેલ આગ સામાન્‍ય નહીં  પાકિસ્‍તાની કનેક્‍શન સાથે જોડાયેલ હોવાનું શોધનાર આ ત્‍ભ્‍લ્‍ દ્વારા અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ ડીસીપી તરીકે અનેક ગુન્‍હાઓના ભેદ ઉકેલી ઉપરી અધિકારી અને લોકોની વાહવાહી મેળવેલ.

(11:14 AM IST)