હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્થાનિક ચૂંટણીઓઃ ભાજપ માટે પ્રતિષ્ઠા જાળવવાનો, કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવવાનો અને આપ માટે અસ્તિત્વ બતાવવાનો જંગ
ફૈસલા જો કુછ ભી હો, મંજુર હોના ચાહીએ, જંગ હો યા ઇશ્ક હો, ભરપુર હોના ચાહીએ...

એક નઝર ઇધર ભી......રઘો : અમૂક કાર્યકરોને ખબર હોય છે કે પોતાને ટીકીટ નહિ મળે છતા દર વખતે કેમ માંગતા હશે ? મઘો : જબ તક સાંસ હૈ, તબ તક આસ હૈ....રઘો : ‘ખાસ' હૈ, તો આસ હૈ, બાકી બકવાસ હૈ.
રાજકોટ તા ૭: સમગ્ર રાજ્યના રાજકારણની દિશા દર્શાવનાર સ્થાનિક ચૂંટણીઓ નજીકના ભવિષ્યમાં આવી રહી છે. તાલુકા જિલ્લા પંચાયતો તથા નગર અને મહાનગરોની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ ઉપરાંત રાજ્ય કક્ષાના મુદ્દાઓ અસર કરતા હોય છે .ગુજરાતમાં સામાન્ય રીતે ભાજપ કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહે છે .આ વખતે પરિસ્થિતિ થોડી અલગ છે .આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર લડવાનું જાહેર કર્યું છે .જેના સંભવિત પરિણામ અંગે અત્યારે જાતજાતની અટકળો થઈ રહી છે. પાલિકા પંચાયતોનું પરિણામ ત્રણેય પક્ષને ભવિષ્યની દ્રષ્ટિએ અસર કરશે.
હાલ રાજ્યની મોટાભાગની પાલિકા પંચાયતો ભાજપના કબજામાં છે .રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે .ભાજપ માટે સ્થાનિક ચૂંટણીઓ પ્રતિષ્ઠા જાળવવાનો જંગ છે .કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષની ભૂમિકામાં છે. ધારાસભાની ૨૦૨૨ ની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૭ બેઠકો મળેલ .જેમાંથી પાંચના પક્ષપલટા બાદ હાલ કોંગ્રેસના ૧૨ ધારાસભ્યો છે .વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉત્સાહમાં છે .કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ લડે અને એક થઈને ભાજપ સામે લડે તે બંને સ્થિતિમાં ઘણો ફેર પડે તેમ છે. હાલ તો ત્રણેય પક્ષ પોતાની રીતે લડે તેવા સંજોગો છે. આ ત્રણ પક્ષો ઉપરાંત અન્ય પક્ષો અને અપક્ષો પણ મેદાનમાં આવશે .
ભાજપ માટે પ્રતિષ્ઠા જાળવવી જરૂરી છે તે રીતે કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવવાનો અને આમ આદમી પાર્ટી માટે અસ્તિત્વ બતાવવાનો જંગ છે .આ ચૂંટણીના પરિણામથી રાજ્ય સરકારને સત્તાવાર કોઈ ફેર નહિ પડે પણ રાજકીય આગમના એંધાણ જરૂર મળશે .૨૦૨૭ ની ધારાસભાની ચૂંટણી પૂર્વેનો આ અંતિમ સૌથી મોટો જનાદેશનો અવસર છે.
ભાજપ વિકાસ કામ ઉપર ચૂંટણી લડે છે સ્વભાવીક છે .કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપની વિરુદ્ધના મુદ્દાઓ પર જોર લગાવશે .ત્રણેય પક્ષ સ્થાનિક અને રાજ્યની પરિસ્થિતિને અનુરૂપ ચૂંટણી ઢંઢેરા જાહેર કરશે .ટૂંક સમયમાં ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ જશે .ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય પરંતુ રાજકીય પક્ષો અને ચૂંટણી લડવાની ઈચ્છા કાર્યકરોએ તૈયારી શરૂ કરી દીધી છે .
પંચાયતથી પાર્લામેન્ટ સુધી શાસન સંભાળતી ભારતીય જનતા પાર્ટી વિકાસને પ્રચારનો મુખ્ય મુદ્દો બનાવશે : કોંગ્રેસ દ્વારા સ્થાનિક અને રાજયના શાસનની નિષ્ફળતાના મુદ્દાઓ પર જોર આપવામાં આવશે : આમ આદમી પાર્ટી આકર્ષક વચનો આપી પોતે અન્ય બે પાર્ટીઓ કરતા શ્રેષ્ઠ છે તેવું મતદારોના ગળે ઉતારવા પ્રયાસ કરશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
