તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 7th March 2026
વડોદરા આજવા રોડ પાસેની રોયલ સ્કૂલની વિદ્યાર્થીની સાથે છેડતી:લોકોએ લમધાર્યો
શાળામાં જ અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીના વાલીએ વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકત કરી હોવાનો આક્ષેપ

વડોદરા :શહેરના આજવા રોડ નજીક આવેલી Royal Schoolમાં અભ્યાસ કરતી આઠમા ધોરણની વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના સામે આવી છે. માહિતી મુજબ શાળામાં જ અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીના વાલીએ વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકત કરી હોવાનો આક્ષેપ છે. વિદ્યાર્થીનીએ આ બાબતે પોતાના વાલીઓ તેમજ સ્કૂલના શિક્ષકોને જાણ કરી હતી. ઘટના બહાર આવતા ગુસ્સે ભરાયેલા લોકોએ છેડતી કરનાર વ્યક્તિને સ્કૂલની બહાર પકડીને માર માર્યો હતો. વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થીનીનો પીછો કરી રહ્યો હતો, જેને કારણે વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
