<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

મહીસાગરમાં સાયબર ઠગ ટોળકીનો પર્દાફાશ:ઑનલાઈન છેતરપિંડીના કેસમાં બે આરોપીઓ અમદાવાદથી ઝડપાયા

આરોપીઓએ અરૂણાચલ પ્રદેશ, પંજાબ અને મધ્યપ્રદેશમાં છેતરપિંડી કરી હતી. પોપટસિંહ અને ગૌરાંગ સોનીની ધરપકડ

મહીસાગરમાં સાયબર ઠગ ટોળકીનો પર્દાફાશ થયો છે. ઑનલાઈન છેતરપિંડીના કેસમાં બે આરોપીઓ અમદાવાદથી ઝડપાયા છે. આ આરોપીઓએ અરૂણાચલ પ્રદેશ, પંજાબ અને મધ્યપ્રદેશમાં છેતરપિંડી કરી હતી. પોપટસિંહ અને ગૌરાંગ સોનીને ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સામે અમદાવાદ અને દાહોદમાં 2024 અને 2025ના વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. મહીસાગરના એસઓજીએ આરોપીઓને વીરપુર પોલીસને સોંપ્યા છે.

(12:54 PM IST)