<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

સુરતના સણિયા કણદે રોડ પરના સંસ્કારધામના બાથરૂમમાંથી બે વિદ્યાર્થીનીઓના મૃતદેહ મળ્યા : જુઓ વિડીયો

બનાવવાળી જગ્યા પરથી ઇન્જેક્શન તથા દવાની ત્રણ બોટલો મળી:પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

સુરતના ડીંડોલી પોસ્ટે એ. ડી 32,33/2026 ના કામે મરણ જનાર બંને છોકરીઓ નામે રોશની શિરસાઠ તથા  જ્યોત્સના ચૌધરી  ગઈ કાલ તા 06/03/2026 ના રોજ રાબેતા મુજબ સવારે કોલેજમા અભ્યાસ કરવા ગયેલ બાદ બપોર સુધી ઘરે પરત નહી આવતા. તેના પરિવારજનો તથા પોલીસે શોધખોળ હાથ ધરેલ બાદ પોલીસે તકનીકી માધ્યમથી લોકેશન મેળવતા તા 07/03/2026 ના રોજ સણીયા ગામના સ્વામિનારાયણ મંદિરના પરિસરમાંથી મરણ જનાર છોકરીઓ ની સ્કૂટી મળી આવેલ બાદમા Cctv ચેક કરતા બન્ને છોકરીઓ બાથરૂમ તરફ જતા દેખાયલ તથા પોતાની જાતે બાથરૂમ અંદરથી બન્ધ કરતા હોય તેવું ફૂટેજ મા જાણ થયેલ બાદ બાથરૂમ નો દરવાજો તોડતા બંને  છોકરીઓ નામે  1) રોશની શિરસાઠ તથા 2) જ્યોત્સના ચૌધરી નાઓ બાથરૂમમાંથી  કોઈ અગમ્ય કારણોસર  મરણ હાલત મા મળી આવેલ.. તથા બનાવવાળી જગ્યા પરથી ઇન્જેક્શન તથા દવાની ત્રણ બોટલો મળી આવેલ.જેમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

(1:48 PM IST)